એજ્યુકેશનટ્રેન્ડિંગવિશેષ

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા મેહુલભાઈનો મહેસાણા પ્રત્યે વતન પ્રેમ જાણી તમે ગદ્દગદ્દ થઈ જશો.

Text To Speech

કહેવાય છે કે તમે ગમે તેટલી ઉંચાઈ પર હો, તમારા મૂળ જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ. આ વાતને સાર્થક કરી છે મૂળ મહેસાણાના ઓસ્ટ્રેલિયન સિટિઝન મેહુલભાઈ પટેલે.લાંઘણજ ગામના વતની અને ઓસ્ટ્રેલિયન સીટીઝન ધરાવતા મેહુલ પટેલને તેમનો વતન પ્રેમ ભારતમાં પરત ખેંચી લાવ્યો છે. વ્યવસાયે ચાર્ટડ એકાઉટન્ટ મેહુલ પટેલ એ વતન મહેસાણા આવતાની સાથે અનેક સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરી છે, પણ ગરીબ બાળકોની કારકિર્દી બનાવવાનો તેમણે નિર્ધાર કર્યો છે. આથી તેમણે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને માતા પિતાની કોરોનામાં છત્રછાયા ગુમાવનાર ગરીબ બાળકોને દત્તક લીધા છે.

ભારતમાં ઘણા બાળકો અનાથ છે, અને તેની દેખ રેખ કરવા વાળું કોઈ નથી. તેવામાં ઘણા લોકો અનાથ બાળકોને દત્તક લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે આ અનાથ બાળકોને તેઓ દત્તક લે છે જેમને પોતાના બાળકો કોઈ કારણસર નથી થઇ શકતા. પરંતુ આજે અમે તમને મહેસાણામાં ઓસ્ટ્રેલિયન સિટીઝને 18 ગરીબ બાળકો દત્તક લઈને તેમના અભ્યાસથી માંડીને તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

મહેસાણાના 18 ગરીબ બાળકોને લીધા દત્તક
મહેસાણા પોલીસ હેડક્વાર્ટરની સરકારી પ્રાથમિક શાળાના કુલ 18 ગરીબો બાળકોને ઓસ્ટ્રેલિયન સીટીઝન મેહુલ પટેલે દત્તક લઈ ગરીબ બાળકોના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવી લીધો છે.ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લાં 5 વર્ષમાં કુલ 19,781 બાળકો દત્તક લેવાયાં છે. જે પૈકી વર્ષ 2014-15માં 4362, 2015-16માં 3677, 2016-17માં 3788, 2017-18માં 3927 અને વર્ષ 2018-19માં 4027 બાળકો દત્તક લેવાયાં હતાં.

 

Back to top button