PM મોદીના “મિત્ર” ટ્રમ્પભાઈએ ભારતની ચાર કંપની ઉપર કેમ પ્રતિબંધ લગાવી દીધો?


નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી, 2025: અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરકિાએ ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનું કારણ ઈરાનના તેલ એન્ડ પેટ્રોકેમિલસ ઉદ્યોગમાં તેમની કથિત સંડોવાણી છે. અમેરિકાના નાણા મંત્રાસય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રા.લિ,. બીએસએમ મરીન એલએલપી, કોસ્મોસ લાઇન્સ ઇન્ક અને ફલ્ક્સ મેરીટાઈમ એલએલીપનો સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા મેમોરેન્ડમ જાહેર કર્યા પછી ઈરાની તેલના વેચાણને લક્ષ્ય બનાવતા પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે. અમેરિકાના પ્રતિબંધો પાછળનું કારણ ઈરાન પર દબાણ લાવવાનું છે.
નિવેદનમાં જણાવ્યા મુજબ, એમરિકા ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથેના સંબંધો બદલ 16 કંપનીઓ અને જહાજ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. આ ગેરકાયદેસર શિપિંગ નેટવર્ક ઈરાની તેલના લોડિંગ અને પરિવહનમાં તેમની ભૂમિકા છુપાવીને એશિયામાં ખરીરદારો સાથે છેતરપિંડી કરી રહ્યું હતું. ઈરાનને તેની આતંકવાદી પ્રવૃત્તિઓના કારણા નાણા આપવા માટે તેલની આવકનો ઉપયોગ કરતાં અટકાવવા માટે અમેરિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
આ પહેલા પણ ભારતીય કંપનીઓને અમેરિકા તરફથી પ્રતિબંધનો સામનો કરવો પડી ચુક્યો છે. ઓક્ટોબરમાં ભારતની ગબ્બારો શિપ સર્વિસેઝ પર ઈરાનના ઓયલ પરિવહનમાં સામેલ થવા માટે પ્રતિબંધ લગાવાયો હતો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતની ત્રણ શિપિંગ કંપનીઓને રશિયાની આર્કટિક એલએલનજી 2 પરિયોજનામાં સામેલ થવાના આરોપસર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો.
અમેરિકા ઈરાનના ઓયલ તથા પેટ્રોલિયમ ઉત્પાદનોના ગેરકાયદે વેપાર પર નિયંત્રણ લગાવવા સતત કમર કસી રહ્યું છે. અમેરિકા તેને નુકસાન પહોંચાડતા વેપારને રોકવા માટે કડક નીતિ અપનાવી રહ્યું છે, જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાથી ખબર પડે છે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રીઃ સળંગ 44 કલાક ખુલ્લા રહેશે મહાકાલના દર્શનઃ જાણો પૂજા-આરતીના સમય