ચૂંટણી સમયે શેરબજારમાં કેમ થઈ રહી છે ઉથલપાથલ, જાણો
HD ન્યુઝ ડેસ્ક,12 મે: લોકસભા ચૂંટણી અને શેરબજાર વચ્ચે ગાઢ સંબંધ છે ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ બજારમાં તેની અસર જોવા મળે છે. જેના લીધે શેર બજારમાં ઉથલ-પાથલ જોવા મળે છે. હાલમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો ભારતના બજારમાંથી પૈસા નીકાળી રહ્યા છે. જેના કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્થાનિક રોકાણકારો બજારને ટેકો આપી રહ્યા છે. જોકે, બજારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. જો તમે પણ માર્કેટ ઈન્વેસ્ટર છો તો જાણી લો કે જ્યારે પણ લોકસભાની ચૂંટણી થાય છે, ત્યારે બજારમાં કંઈક આવું જ દ્રશ્ય જોવા મળતું હોય છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં બજારની ચાલ પરથી જાણવા મળે છે કે ભવિષ્યમાં બજારની સ્થિતિ શું રહેશે.
2014ની ચુંટણી પહેલા જોવા મળ્યો હતો ઉછાળો
2014માં લોકસભા ચૂંટણી 7 એપ્રિલથી 12 મેની વચ્ચે યોજાઈ હતી અને તેનું પરિણામ 16 મેના રોજ જાહેર થયું હતું. ચૂંટણી શરુ થયા પહેલા બજારમાં મોટો ઉછળો જોવા મળ્યો હતો. નિફ્ટી 10 ફેબ્રુઆરીએ 6,041 પોઈન્ટ પર હતી, જે 7 એપ્રિલ સુધી 6,776 પોઈન્ટ અંક પર પહોંચી ગયો હતો. આ દરમિયાન સેન્સેક્સ 20,414 વધીને 22,628 પોઈન્ટ પર પહોંચી ગયો. આવતા ત્રણ અઠવાડિયામાં 7 એપ્રિલથી 28 એપ્રિલ સુધી નિફ્ટી 200 પોઈન્ટ અને સેન્સેક્સ 500 પોઈન્ટની વચ્ચેના તફાવતમાં રહ્યું. બજારમાં 28 એપ્રિલથી 19 મે સુધી એક વાર ફરી મોટી તેજી જોવા મળી. નિફ્ટી 7,367 પોઈન્ટ પર પહોંચી ગયો. આ દરમિયાન પણ 24,693 પોઈન્ટ સુધી પહોંચી ગયો.
2019ની ચૂંટણી પત્યા પછી બજારગબડ્યું હતું
લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં યોજાઈ હતી. જેમાં પહેલા તબક્કાનું વોટિંગ 11 એપ્રિલે થયું હતું, જ્યારે સાતમા તબક્કાનું વોટિંગ 19મેના રોજ થયું હતું. અને 23મેએ તેનું પરિણામ જાહેર થયું હતું. ચુંટણી શરુ થયા પહેલા બજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી 18 ફેબ્રુઆરીએ 10,738 પોઈન્ટથી વધીને 15 એપ્રિલે 11,752 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. સેનસેક્સ પણ આ ગાળામાં 35,820 પોઈન્ટથી વધીને 39,140 પોઈન્ટ પર પહોંચી ગયો હતો.
વોટિંગ દરમિયાન આગલા ત્રણ અઠવાડિયા 15 એપ્રિલથી 6 મે સુધી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન નિફ્ટી ઘટીને 11,278 પોઈન્ટ અને સેનસેક્સ 37,462 પોઈન્ટ પર આવી ગયો હતો. જોકે આગામી ત્રણ અઠવાડિયા એટલે કે 27 મે સુધી બજારમાં ફરીથી તેજી આવી હતી, જેના કારણે નિફ્ટી 11,922 અને સેનસેક્સ 39,714 પર આવ્યો હતો.
India vixમાં ઉછાળો જોવા મળ્યો
લોકસભાની ચૂંટણી દરમિયાન, India vixમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. 2014માં, India vix ચૂંટણીના 22 દિવસ પહેલા જ વધવા જ વધવા લાગ્યો હતો. જ્યારે, 2019માં તેમાં 35 દિવસ પહેલા આ ટ્રેન્ડ જોવા મળ્યો. આ વખતે પણ India vixમાં ઘણો ગ્રોથ છે,જે 18.47 પર પહોંચી ગયો છે. India vixમાં વધારો એ દર્શાવે છે કે બજારમાં વોલેટિલિટી જોવા મળશે. આ વર્ષે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે જ્યારે તેનું પરિણામ 4 જૂને આવશે.
ચૂંટણી શરુ થયા પહેલા જોવા મળી હતો ઉછાળો
ચૂંટણીના પહેલા આ વર્ષે પણ બજારમાં શુરુઆતમાં ઉછાળો જોવા મળ્યો. નિફ્ટી 20 માર્ચે21,839 પોઈન્ટ પર હતો જે 10 એપ્રિલે 22,753 પોઈન્ટ પર જોવા મળ્યો. આ દરમિયાન, સેન્સેક્સ પોઈન્ટ 72,101થી વધીને 75,038 થયો. આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો અને 18 એપ્રિલ સુધી નિફ્ટી અને સેનસેક્સ ઘટીને 21,995 અને 72,488 પોઈન્ટ પર આવી ગયો. ત્યારથી હવે નિફ્ટી 22,750 થી 22,800 પોઈન્ટની વચ્ચે અને સેનસેક્સ 72,000 પોઈન્ટથી લઈને 75,100 પોઈન્ટની વચ્ચે ચાલી રહ્યો છે.
આ પણા વાંચો: ચૂંટણીને લઈને શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1062 પોઈન્ટ તૂટ્યો, બજાર ઘટવાના આવા છે કારણો