ગુજરાતમાં જાણો કેમ મળી કાળઝાળ ગરમીથી રાહત, વરસાદની શું છે આગાહી
- ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું
- રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે
- ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે
ગુજરાત રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે. જેમાં રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેમાં પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે. તેમજ અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે
રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે. તેમજ પવનની ગતિ 25થી 30 કિમી પ્રતિકલાકની રહેશે. વલ્લભવિદ્યાનગર 39.9 ડિગ્રી, વડોદરા 39.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા બનાસકાંઠા,પાટણ,સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે. તથા 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે. તેમજ ગાંધીનગરમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તથા ભાવનગરમાં 41.5, અમરેલીમાં 41.2 ડિગ્રી અને રાજકોટમાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે,આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે. રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું
ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.