- અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંથી પસાર થઇ રહ્યુ છે: મોસમ વૈજ્ઞાનિક
- સતત બીજા દિવસે પણ બેવડી ઋતુનો અનુભવ
ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ મામલે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી અઠવાડિયામાં તાપમાનમાં ઘટાડો થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને લઈ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાતથી ધારાસભ્યો, સાંસદ હાજર
અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું
અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું છે. તેમજ ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. અને ઉત્તરથી ઉત્તરીય પૂર્વ તરફ પવન ફુંકાશે. હાલ સવારમાં પ્રેસર ગ્રેડિયન્ટને કારણે ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં વધુ પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેને લઇ સતત બીજા દિવસે પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ત્રણેક ડિગ્રી ઠંડી ઘટી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંથી પસાર થઇ રહ્યુ છે: અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. બે દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહિ. પરંતુ બે દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંથી પસાર થઇ રહ્યુ છે. જેના કારણે બે દિવસ બાદ વાતાવરણમાંથી ભેજનો ઘટાડો થશે અને હવા પણ શુષ્ક રહેવાની શક્યતા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઓછું રહેવાની શક્યતા છે.