ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં જાણો કેમ લઘુત્તમ તાપમાન ઊંચકાયું, ઠંડી સાથે માવઠાની આગાહી

Text To Speech
  • સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી પવનો ફૂંકાશે
  • રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે
  • 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે

ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઊંચકાયું છે. તેમજ ઠંડી સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી વધારો નોંધાયો છે. તેમજ તમામ શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં 18.3 ડિગ્રી, વડોદરામાં 18.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આ પણ વાંચો: ખેડાથી ધોળકા માર્ગ પર ગોઝારો અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે મૃત્યુ

રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે.

રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે

ભૂજમાં 17 ડિગ્રી , નલિયામાં 14 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી તાપમાન છે. તેમજ રાજ્યમાં 10થી 12 કિલો પ્રતિ કલાક પવન ફૂંકાશે. તથા સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી પવનો ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે અને રાજ્યમાં ફરી કડકડતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, ત્યારે આગાહી અનુસાર રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે.

Back to top button