ગુજરાતમાં જાણો કેમ ગરમીનો પારો ઓછો થયો, તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું
- છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો નીચો ઉતરતાં ગરમીનુ જોર ઘટયું
- હવે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે
- સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયુ છે
ગુજરાતમાં પાછલા ત્રણ-ચાર દિવસમાં ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠયાં હતા. દિવસ અને રાતનું તાપમાન ઉચકાતાં લોકો અકળાયાં હતા. અમદાવાદ સહિતનાં વિવિધ શહેરમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રીને પાર પહોચી રેકોર્ડ સર્જ્યો હતો. લઘુત્તમ તાપમાનનો પારો 26 ડિગ્રીને પાર જતાં રાત્રે બફારો અને ઉકળાટ વધતાં લોકો પરસેવે રેબઝેબ થયાં હતા.
આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો, નિવેદનનો પડઘો હવે આણંદમાં પણ પડયો
હવે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે
હવે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. તેમજ સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયુ છે. તથા ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ એકદિવસ અગાઉ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયુ હતુ. એ સિવાય અન્ય 4 શહેરમાં પણ 26 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.
છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો નીચો ઉતરતાં ગરમીનુ જોર ઘટયું
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો નીચો ઉતરતાં ગરમીનુ જોર ઘટયું છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો બુધવારના રોજ મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોધાયુ હતુ, જે ઘટીને 37.1 ડિગ્રી થયું છે. આમ ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડતાં દિવસની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો પણ 24 કલાકમાં 2 ડિગ્રી જેટલો નીચો ઉતરતાં રાતની ગરમી પણ ઘટી છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ એકાદ ડિગ્રી તાપમાનનો પારો ગગડે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો જારી કરવામાં આવ્યાં છે.