- ફાર્માસિસ્ટના એસોસિએશને પણ આ માટેના નિયમો બનાવેલા
- પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં દવાઓ સસ્તી
- NRI ભારત આવે ત્યારે આખા વર્ષની દવા લઈ જતાં હોય છે
NRI ગુજરાતમાંથી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અંદાજે રૂ. 300 કરોડની દવાઓ ખરીદે છે. અમેરિકા, યુરોપના દેશોમાં દવાઓ 200% જેટલી મોંઘી હોવાથી NRI ભારતમાંથી ખરીદી કરે છે. હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતના ક્રિટિકલ કેર માટેની દવાઓ બલ્કમાં લે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઝાયડ્સ બ્રિજ પર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેમ ટ્રક આવી અને…
ફાર્માસિસ્ટના એસોસિએશને પણ આ માટેના નિયમો બનાવેલા
ફાર્માસિસ્ટના એસોસિએશને પણ આ માટેના નિયમો બનાવેલા છે. ભારતમાં દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લગ્નની મોસમ હોય છે. આ સમયે વિદેશમાં વસતા ભારતીયો બહોળા પ્રમાણમાં વતન આવતા હોય છે અને અહીથી અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતાં હોય છે, તેમાં દવાઓ પણ સામેલ છે. અમેરિકા અને યુરોપના દેશોમાં વસતા નોન રેસિડેન્શિયલ ઈન્ડિયન્સ (NRI) ભારત આવે ત્યારે આખા વર્ષની દવા લઈ જતાં હોય છે. ફાર્માસિસ્ટ અને દવાના વેચાણ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે આ બે મહિના દરમિયાન ખાસ કરીને ક્રિટિકલ કેર અને લાઈફ્ સ્ટાઈલ સંબંધિત બીમારીઓની દવાનું વેચાણ 12-15% જેટલું વધી જાય છે. એક અંદાજ મુજબ આ ગાળામાં NRI જ ગુજરાતમાંથી આશરે રૂ. 250-300 કરોડની દવાની ખરીદી કરે છે.
આ પણ વાંચો: ગુજરાતના લોકો બન્યા સાયબર ક્રાઇમનો શિકાર, બેન્ક એકાઉન્ટ ભાડે લેવાનો મોટો વેપલો
પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં દવાઓ સસ્તી
ફાર્માસિસ્ટના જણાવ્યા પ્રમાણે વિશ્વના અન્ય દેશોની તુલનામાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં દવાઓ સસ્તી હોય છે. આ કારણે દર વર્ષે વિદેશમાં રહેતા ભારતીયો જ્યારે ભારત આવે છે ત્યારે અહીંથી દવાની ખરીદી કરે છે. ખાસ કરીને જેનરિક દવાઓ વધુ લઈ જતાં હોય છે. જોકે, અહીથી દવા વિદેશ લઈ જવા માટે સ્થાનિક ડોક્ટર્સનું પ્રિસ્ક્રિપ્શન અને પાક્કું બિલ હોવું જરૂરી છે. ફાર્માસિસ્ટના એસોસિએશને પણ આ માટેના નિયમો બનાવેલા છે.