ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જાણો, સૌપ્રથમ 1928માં ગુજરાતની રચનાનો વિચાર કોણે અને કયા માધ્યમથી વહેતો મુક્યો હતો

Text To Speech

માધ્યમોને સામજી વિચારોના વાહક કહેવામાં આવે છે તે ફક્ત એમ જ કહેવામાં આવે છે તેવી બીલકુલ નથી. આઝાદીનાં આંદોલન, પરિવર્તનનાં પ્રવાહ અને સ્વતંત્ર ગુજરાત રાજ્યનાં તત્કાલીન અસંભવ જણાતા વિચારોનાં પાયામાં પણ એક માધ્યમમાં તરીત કરાવામા આવેલો આવો જ એક વિચાર હતો.

દેશને આઝાદી મળ્યા પહેલા જ ગુજરાત રાજ્યનો વિચાર વહેતો થયો હતો. જી હા, ગુજરાતની રચના ભલે આઝાદી મળ્યા પછી છેક 1960માં થઈ હોય, પરંતુ તેનો વિચાર ‘કુમાર’ નામના એક સામયિકમાં છેક 1928માં વહેતો થયો હતો. મહાગુજરાતનાં વિચારને તરીત કરનાર બીજા કોઇ નહી, પરંતુ એક નિડર અને નિર્ભીક લેખક અને આઝાદીના લડવૈયા ક.મા.મુનશી એટલે કે કનૈયાલાલ મા. મુનશીએ વહેતો મુક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ પ્રથમ વખત રજૂ કરાયો હતો. એ જ રીતે ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલા ‘ઉથરીષ્ટ જાગરત’ નામની કવિતાના આગળના ભાગમાં જોવા મળ્યો હતો.

ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીનકાળમાં ગુજરાતને ‘પશ્ચિમ ભારતનું ઘરેણું’ પણ કહેવાતું હતું.

ગુજરાત પ્રાચીન કાળથી જ વેપાર અને કલાનું કેન્દ્ર સ્થાન રહ્યું છે અને પ્રાચીન સમયે પણ વિશ્વભરનાં પ્રવાસીઓ અને વેપારીઓ ગુજરાતના તે સમયનાં પ્રખ્યાત બંદરો પરથી પોતાનો વેપાર કરતા હતા. ભારતનાં ઘડતર અને ચણતરથી લઇને માર્ડનાઇઝેશનમાં પણ ગુજરાતનું યોગદાન ગઇ કાલે પણ મહત્વનું હતુ અને આજે પણ મહત્વનું છે.

સાપ્રાંત સમયની વાત કરીએ તો ભારત દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. એક ભારતનાં શિલ્પી એવા આઝાદીની લડાયમાં અને આઝાદી પછી દેશી રજવાડાઓનો ભારતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. આધુનિક અને સ્વનિર્ભર ભારતનાં શિલ્પી અને  દેશના હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને અનેક અશક્ય કાયદાકીયા સુધારાઓ આપી આધુનિક એક ભારતનાં શિલ્પી અને હાલનાં ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતનાં છે. દેશ-દૂનિયાનાં સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થાય છે તેવા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ ગુજરાતનાં છે.

સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક ફલક પર પણ ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે. અને તે પણ કેવા, કે જે આ પ્રખર પંક્તિને સાર્થક કરે છે – “ જ્યા વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત”

Back to top button