જાણો ગુજરાતમાં કોની બનશે સરકાર, AAP પર સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો


ગુજરાત વિધાનસભા બેઠક પર ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ દરેક પક્ષ પોતાની પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યું છે. તેમાં વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ વિવિધ જગ્યાઓ પર સભા સંબોધિત કરી ચુક્યા છે. ત્યારે એક સર્વે પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 140 બેઠકો પર જીતનો દાવો કરી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં AAP નેતાએ ભાજપના વિનુ મોરડીયાએ ગુંડાગીરી ચાલુ કરીના “સબૂત” આપ્યા
ભાજપ સરળતાથી 104-119 બેઠકો પર બહુમતી મેળવી શકશે
ત્યારે એક ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ બીજા નંબર પર રહેશે. ઓપિનિયન પોલ પ્રમાણે 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ સરળતાથી 104-119 બેઠકો પર બહુમતી મેળવી શકશે. બાજી તરફ કોંગ્રેસ પાર્ટી 53 68 બેઠકો જીતી શકશે.
આ પણ વાંચો: નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો
કોંગ્રેસને 77 બેઠકો મળી હતી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે તાજેતરમાં ઈન્ટરવ્યુ દરમિયાન ગુજરાતમાં માત્ર પાંચ સીટો પર કોંગ્રેસની જીતની ભવિષ્યવાણી કરી હતી. ઓપિનિયન પોલ પ્રમાણે કેજરીવાલની પોતાની પાર્ટીને માત્ર પાંચ સીટો મળતી હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વેમાં માત્ર ત્રણ બેઠકો અન્ય પક્ષોના ખાતામાં જતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.