ભાજપ ધારાસભ્યને કોણે ઝીંક્યા ફડાકા, જૂઓ વાયરલ વીડિયો
લખીમપુર, તા.9 ઓક્ટોબરઃ ઉત્તર પ્રદેશના લખીમપુરથી ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને બાર એસોસિએશના અધ્યક્ષ અવધેશ સિંહે ફડાકા ઝીંક્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે. આ વિવાદ અર્બન કો ઓપરેટિવ બેંકની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીને લઈ થયો હતો. બુધવારે ઉમેદવારી પત્ર ભરવાનો દિવસ હતો.
આ ચૂંટણીમાં બાર એસોસિએશનના અધ્યક્ષ અવધેશ સિહંની પત્ની પુષ્પા સિંહ ઉમેદવાર છે. ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માએ ઉમેદવારીમાં ગરબડનો આરોપ લગાવી રહ્યા હતા. બુધવારે સવારે ધારાસભ્ય અને બાર એસોસિએશનના અધ્યક્ષ સામ સામે આવી ગયા હતા. આ દરમિયાન અધ્યક્ષે ધારાસભ્ય યોગેશ વર્માને તમાચા માર્યા હતા. સ્થળ પર રહેલી પોલીસે બંનેને અલગ કર્યા હતા. જે બાદ અન્ય જૂથના લોકોએ પણ ધારાસભ્યને ઘેરી લીધા અને ફટકારવાનું શરૂ કર્યુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે મહામુસીબતથી ધારાસભ્યને બચાવ્યા હતા.
View this post on Instagram
ઘટના બાદ અર્બન કોઓપરેટિવ બેંક બહાર પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે. બંને જૂથમાં પણ ઉકળતા ચરૂ જેવો માહોલ છે. ધારાસભ્ય યોગેશ વર્મા એક દિવસ પહેલા જ આ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવી ચૂક્યા હતા. ચૂંટણીના એક દિવસ પહેલા અંતિમ મતદારોનું લિસ્ટ નોટિસ પર લગાવી દેવામાં આવ્યું હતું. લિસ્ટ લગાવવામાં આવતાં જ તેને ફાડવાની ફરિયાદ મળતાં ધારાસભ્ય યોગેશ વર્મા બેંક પહોંચ્યા હતા. તેમણે લિસ્ટ ફાડવા પર નારાજગી વ્યક્ત કરીને ચૂંટણીમાં ઘાલમેલનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદઃ 345 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી, જૂઓ લિસ્ટ