ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાણો કોણ છે ભારતીય મૂળના ઋષિ સુનક? જે બની શકે છે બ્રિટનના આગામી વડાપ્રધાન

Text To Speech

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ગુરુવારે પક્ષમાં બળવો થતાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના 41 મંત્રીઓએ તેમના પર દબાણ લાવીને બે દિવસમાં રાજીનામું આપાઈ દીધું હતું. બોરિસ જ્હોન્સન પર દબાણની આ પ્રક્રિયા 5 જુલાઈએ શરૂ થઈ હતી. જ્યારે યુકે સરકારમાં નાણામંત્રી ઋષિ સુનકે રાજીનામું આપ્યું હતું. આ પછી સ્વાસ્થ્ય મંત્રી સાજિદ વાજિદના રાજીનામાથી તેમની ખુરશી પરનું સંકટ પણ વધી ગયું હતું. જોન્સનના રાજીનામા પછી નવા પીએમ તરીકે ભારતીય મૂળના વ્યક્તિ ઋષિ સુનકનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

RISHI SUNAK jonshan

 

ભારતીય મૂળની વ્યક્તિ બ્રિટનની ખુરશી સંભાળશે
અંગ્રેજોએ ભારત પર ઘણો લાંબો સમય શાસન કર્યું, પરંતુ હવે સમય બદલાવા જઈ રહ્યો છે. જો ઋષિ સુનક બ્રિટનના આગામી પીએમ બનશે તો બ્રિટનના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે ભારતીય મૂળની વ્યક્તિ બ્રિટનની કમાન સંભાળશે. ચાલો જાણીએ કે ઋષિ સુનકનો ભારત સાથે શું સંબંધ છે અને ઋષિ સુનકના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો

Rishi Sunak WITH HER WIFE

કોણ છે ઋષિ સુનક?
ઋષિ સુનક બ્રિટનના નાગરિક છે અને હાલમાં બ્રિટનના નાણામંત્રી છે. પરંતુ તેના મૂળ ભારત સાથે જોડાયેલા છે. બ્રિટનની વર્તમાન સરકારમાં ઋષિ સુનકનો કાર્યકાળ સારો ચાલી રહ્યો છે. લોકો તેમના મંત્રાલયના કામથી ઘણા ખુશ છે. આ કારણથી તેમને પીએમ પદના દાવેદાર માનવામાં આવે છે.

ઋષિ નારાયણ મૂર્તિના જમાઈ છે
ઋષિ સુનક ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. તેમની પત્ની અક્ષતા મૂર્તિ નારાયણ મૂર્તિની પુત્રી છે. ઋષિ અને અક્ષતાને બે દીકરીઓ છે. ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિના લગ્ન વર્ષ 2009માં થયા હતા.

rishi sunak & narayan murti

ઋષિ સુનકના માતા-પિતા
ઋષિ સુનકના માતા-પિતા મૂળ પંજાબના હતા. ઋષિ સુનક પંજાબી હિન્દુ પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ યશવીર સુનક અને માતાનું નામ ઉષા સુનક છે. યશવીર અને ઉષાના પરિવારના સભ્યો ઘણા સમય પહેલા વિદેશ ગયા હતા.

2015 થી રાજકારણમાં જોડાયેલ છે
હેમ્પશાયરમાં જન્મેલા 39 વર્ષીય સુનાક 2015 થી રિચમંડ (યોર્કશાયર)ના સાંસદ છે. તેમણે બ્રિટનની એક ખાનગી શાળા વિન્ચેસ્ટર કોલેજમાં શાળાકીય અભ્યાસ કર્યો. સુનક ગયા વર્ષે રિચમંડ (યોર્ક્સ) બેઠક પરથી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. અગાઉ 2018માં તેમને બ્રિટનના હાઉસિંગ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા.

RISHI SUNAK FAMILY

મીડિયામાં ખાસ હાજરી
બ્રિટનની વર્તમાન સરકાર ઘણીવાર તેમને મીડિયા ઇન્ટરવ્યુ માટે આગળ રાખે છે. આ સિવાય તેમણે વડાપ્રધાન બોરિસ જોન્સનના ચૂંટણી પ્રચારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઘણા પ્રસંગોએ ઋષિએ વડાપ્રધાન બોરિસ જોન્સનની જગ્યાએ ટીવી ડિબેટમાં ભાગ લીધો હતો.

Back to top button