ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જાણો કોણ છે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ? જેને સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી

Text To Speech

રવિવારે સાંજે પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી. આ હત્યાકાંડની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારે લીધી છે. પંજાબ પોલીસના ચીફ વી કે ભવરાએ પણ મૂસેલવાલા હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ લીધુ હતું,  તેમને કહ્યું કે સિંગરની હત્યા આપસી અદાવતનું પરિણામ લાગે છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં છે. તિહાડ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ બોલિવૂડના ભાઈજાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

બોલીવુડ ભાઈજાનને આપી ચૂક્યો છે ધમકી
લોરેન્સ બિશ્નોઈ હાલ તો દિલ્હીની તિહાડ જેલમાં છે. પરંતુ આમ છતાં ત્યાંથી પણ તે પોતાની ગેંગ ઓપરેટ કરે છે. વર્ષ 2018માં લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહેવા દરમિયાન બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના અન્ય ગેંગસ્ટર સંપત નહેરાએ સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટવાળા ઘરની રેકી પણ કરી હતી. પરંતુ ઘટનાને અંજામ આપે તે પહેલા જ હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.

રવિવારે સાંજે પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી

સલમાન ખાનને કેમ મારવા માગતો હતો લોરેન્સ બિશ્નોઈ?
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને મારવા માંગતો હતો. તેની પાછળનું સાચું કારણ એ છે કે સલમાન ખાન પર કાળિયારનો શિકાર કરવાનો આરોપ હતો. સલમાન ખાન અને અસિન સ્ટારર ફિલ્મ ‘રેડી’ના શૂટિંગ દરમિયાન, લોરેન્સે પણ તેના ગુરૂઓ દ્વારા સલમાન ખાન પર સંપૂર્ણ હુમલો કરવાની યોજના બનાવી હતી. એ અલગ વાત છે કે જો લોરેન્સ બિશ્નોઈને પસંદગીનું હથિયાર ન મળ્યું તો આ પ્લાન નિષ્ફળ ગયો હતો. ગેંગસ્ટર બિશ્નોઈ સમાજનો હોવાનું જાણવા મળે છે. આવી સ્થિતિમાં તે કાળા હરણના શિકારને લઈને ગુસ્સે હતો, જેમાં સલમાન પણ આરોપી બન્યો હતો.

કોણ છે લોરેન્સ બિશ્નોઈ?
પંજાબના ફાઝિલ્કામાં 22 ફેબ્રુઆરી, 1992ના રોજ જન્મેલા લોરેન્સ બિશ્નોઈ પર 50થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત છે. કરોડોની સંપત્તિના માલિક લોરેન્સે ચંદીગઢ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. કહેવાય છે કે પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં મળેલી હારને કારણે લોરેન્સનું જીવન ગુનાખોરીના રસ્તે ચાલવા લાગ્યું હતું. લોરેન્સના પિતા પોતે પોલીસ છે, પરંતુ પુત્રને ગુનાના માર્ગે જતા અટકાવી શક્યા નથી.

લોરેન્સ ધીમે ધીમે વિદ્યાર્થી નેતામાંથી એક જાણીતા બદમાશમાં ફેરવાઈ ગયો

પંજાબ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી રાજનીતિથી સામે આવ્યું લોરેન્સ બિશ્નનોઈનું નામચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, લોરેન્સ બિશ્વોઈનું નામ વિદ્યાર્થી રાજકારણમાં ઝડપથી ઉભરી આવ્યું, પરંતુ તેઓ વિદ્યાર્થી સંઘની ચૂંટણી હારી ગયા. આ પછી, લોરેન્સ ધીમે ધીમે વિદ્યાર્થી નેતામાંથી એક જાણીતા બદમાશમાં ફેરવાઈ ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબમાં દવિન્દર બંબીહા ગ્રુપ અને લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ વચ્ચે ગેંગ વોર જાણીતી છે. જો કે દવિન્દર બંબીહા 2016ના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, પરંતુ તે પછી પણ તેનું જૂથ સક્રિય છે.

જેલમાં છે છતાં પોતાનું નેટવર્ક ચલાવે છે
લોરેન્સ બિશ્નોઈ એક કુખ્યાત બદમાશ છે અને તેની ગેંગના સભ્યો પંજાબ ઉપરાંત દિલ્હી, હરિયાણા, હિમાચલ અને રાજસ્થાન જેવા રાજ્યમાં પણ છે. બિશ્નોઈ અને તેની ગેંગના સભ્યો હરિયાણા, પંજાબ, હિમાચલ, દિલ્હી, રાજસ્થાન પોલીસ માટે માથાનો દુ:ખાવો સમાન છે. કારણ કે આ બદમાશો બહાર રહીને તો ખુલ્લેઆમ ગુનાઓ કરે છે પરંતુ જેલમાંથી પણ તેઓ પોતાનું નેટવર્ક અન્ય રાજ્યોમાં ચલાવી રહ્યા છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું પણ તિહાડ જેલમાં જ રચાયું હોવાનું સામે આવી રહ્યું છે. કારણે સિદ્ધુની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે જે હાલ તિહાડ જેલમાં બંધ છે.

દેશનો સૌથી મોટો ગેંગસ્ટર જેલમાં રહીને પણ વોટ્સએપ દ્વારા સોપારી લઈને હત્યા જેવો જઘન્ય ગુનો આચરે છે. તેણે તેના ફેસબુક એકાઉન્ટ દ્વારા પણ આ વાતની કબૂલાત કરી છે

વોટ્સએપ ગ્રુપ પર આપે છે હત્યા અને વસૂલીના આદેશ
દેશનો સૌથી મોટો ગેંગસ્ટર જેલમાં રહીને પણ વોટ્સએપ દ્વારા સોપારી લઈને હત્યા જેવો જઘન્ય ગુનો આચરે છે. તેણે તેના ફેસબુક એકાઉન્ટ દ્વારા પણ આ વાતની કબૂલાત કરી છે. કહેવાય છે કે તેની ગેંગમાં લગભગ 600 કુખ્યાત શાર્પ શૂટર્સ છે. આ ગેંગનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે.

Back to top button