ગુજરાતદક્ષિણ ગુજરાત

જાણો કોણ છે અનંત પટેલ ? અને કેમ થયો તેમનાં પર હુમલો ?

Text To Speech

ગઈકાલે નવસારી જિલ્લાના ખેરગામ બજારમાં અનંત પટેલની કાર પર 50 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. તે અનંત પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા છે, જેઓ વર્ષ 2017 થી ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપે છે. હાલ તેઓ કોંગ્રેસ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે. ઉપરાંત, તેઓ સ્વરોજગાર પણ છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાંથી વર્ષ 2000 – 2001 માં M.A. અને આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાંથી વર્ષ 2003માં B.Ed..નો અભ્યાસ કરેલ છે.

આ પણ વાંચો : વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, સમર્થનમાં ભીડ ઉમટી

anant_patel_ Hum Dekhenge News

જાણો કેમ અને કેવી રીતે થયો હુમલો ?

શનિવારે ખેરગામ બજારમાં અનંત પટેલની કાર પર 40-50 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં અનંત પટેલને માથા અને આંખના ભાગે ઇજા થઈ હતી. હુમલાની ઘટના બાદ અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના માણસોએ તેમના પર આ હુમલો કર્યો હતો અને તેમને મારી નાંખવાનો પ્રયાસ હતો ભીખુભાઈ આહિરની આગેવાનીમાં આશરે 40 થી 50 લોકોના જૂથની આગેવાની કરવામાં આવી હતી. તેવું અનંત પટેલનું કહેવું છે.

 

જ્યારે અનંત પટેલ અને તેમનો ડ્રાઈવર શનિવારે સાંજે સરપંચ ઝરના પટેલ અને અન્ય આગેવાનો દ્વારા સંઘર્ષ રેલી અંગે જાગૃતિ લાવવા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપવા માટે ખેરગામ જવા નીકળ્યા હતા ત્યારે દશેરા ટેકરી વિસ્તાર નજીક, ભીખુભાઈ આહીરની આગેવાની હેઠળના યુવાનોના જૂથે કથિત રીતે તેમને અટકાવ્યા હતા. આ ટોળાઅ તેમની કાર પર હુમલો કર્યો અને અનંત પટેલને લાકડીઓ વડે મારતા- મારતા વાહનમાંથી બહાર ખેંચી લીધા હતાં. ટોળાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ત્યારબાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

 

શું હતું હુમલા પાછળનું કારણ?

નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર દ્વારા બહેજના રૂપાભવાની મંદિર ખાતે નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં દશેરાના દિવસે ‘આદિવાસી ચાલે’ એવા શબ્દોનો ગરબો ગવાયા હતો જેને કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા શુક્રવારથી ખેરગામ, નવસારી, વાંસદા,વલસાડ પંથકમાં ચર્ચા જાગી હતી. આ ગરબાના અનુસંધાને અનંત પટેલ પર હુમલો થયો હોવાની આશંકા છે.

જો કે, સોશિયલ મીડિયામાં ગરબો વાયરલ કરનાર નિમેષ પટેલ નામના યુવકે આ અંગે સોશિયલ મીડિયા પર જ વીડિયો મૂકી માફી માંગી છે. પરંતુ હવે અનંત પટેલ પર થયેલા હુમલા બાદ અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

ખેરગામમાં મોટી સંખ્યામાં લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે  અનંત પટેલે તેમની ઇજાગ્રસ્ત તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી અને લોકોને વિરોધમાં જોડાવા માટે ખેરગામ ખાતે આવવા અપીલ કરી. હુમલાને લીધે વાંસદાના ધારાસભ્યના સમર્થનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ખેરગામમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પગલે વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ખેરગામ પહોંચ્યા હતા અને દશેરા ટેકરી રોડ વિસ્તાર કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને પટેલ સમર્થકો દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરવામાં આવી હતી.

આ વિરોધ પ્રદર્શન રોકવા માટે ખેરગામ પહોંચેલી નવસારી અને વલસાડ જિલ્લાની પોલીસે અનંત પટેલને શાંત પાડવાનો પ્રયાસ કર્યા હતાં. પરંતુ , તેમણે જ્યાં સુધી તમામ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી સ્થળ પરથી જવાની ના પાડી દીધી હતી. આ સિવાય ધારાસભ્યએ એવી પણ માંગ કરી છે કે ભીખુભાઈ આહીર સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવે, તેવી માંગ કરી છે.

Back to top button