ગુજરાતટોપ ન્યૂઝ

ફાઈવ ડે વીક સિસ્ટમને અમલમાં મુકવાની જાણો કોણે કરી ગુજરાત સરકારને અપીલ

  • સચિવાલયના અધિકારીઓએ સોંપેલા આવેદનપત્રમાં 19 જેટલા પડતર પ્રશ્નોની યાદી પણ સોંપાવમાં આવી
  • માનસિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહપૂર્વક સપ્તાહની શરૂઆત થશે
  • પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરાશે

ગુજરાતના સચિવાલયના અધિકારીઓએ ફાઈવ ડે વીક સિસ્ટમને અમલમાં મુકવાની ગુજરાત સરકારને અપીલ કરી છે. જેમાં 19 પડતર પ્રશ્નોનું આવેદનપત્ર સોંપ્યું, કહ્યું- નિરાકરણ લાવો નહિતર આંદોલન કરીશું. તથા વીજળી, પાણી, પરિવહનમાં બચત અને માનસિક તંદુરસ્તી માટે અધિકારીઓએ માંગણી કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળાની વિદાય હોય તેવો માહોલ, આ વર્ષે ત્રણે ઋતુમાં મોટા ફેરફારો થશે

પાંચ દિવસના સપ્તાહ અર્થાત ‘ફાઈવ ડે વીક’ સિસ્ટમને અમલમાં મુકવા માંગણી

ભારત સરકારના પર્સોનલ અને ટ્રેઈનિંગ ડિપાર્ટમેન્ટના 21 મે 1985ના ઓફિસ મેમોરેન્ડમને ટાંકીને અહીં ગુજરાત સરકારને પણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા સરકારની કચેરીઓ માટે પાંચ દિવસના સપ્તાહ અર્થાત ‘ફાઈવ ડે વીક’ સિસ્ટમને અમલમાં મુકવા માંગણી ઉઠી છે. શનિવારે ગુજરાત સચિવાલય ફેડેરેશને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રણ આવેદનપત્રો પાઠવ્યા હતા. જેમાં ફાઈવ ડે વીક ઉપરાંત જૂલાઈ 2023ની અસરથી મોંધવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી 42થી 46 ટકા આપવાના હુકમો સત્વરે બહાર પાડવા માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર વિદેશી યુવતી ગાયબ

સચિવાલયના અધિકારીઓએ સોંપેલા આવેદનપત્રમાં 19 જેટલા પડતર પ્રશ્નોની યાદી પણ સોંપાવમાં આવી

સચિવાલયના અધિકારીઓએ સોંપેલા આવેદનપત્રમાં 19 જેટલા પડતર પ્રશ્નોની યાદી પણ સોંપાવમાં આવી છે. જેનો ઝડપી ઉકેલ લાવવાની વિનંતી સાથે અગાઉ પાઠવેલા પત્રનો કોઈ જવાબ ન મળ્યા અંગે પણ નારાજગી વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી વિરોધ પ્રદર્શનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સચિવાલય ફેડરેશને ગુજરાત સરકારની કચેરીઓમાં ‘ફાઈવ ડે વીક’ની માગણી પાછળ કારણો આપતા જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન કચેરી તથા તેના આનુષાંગિક અન્ય ખર્ચામાં બચત થશે. જેમાં વીજળી, પાણી અને પરિવહનનો પણ સમાવેશ થાય છે.

માનસિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહપૂર્વક સપ્તાહની શરૂઆત થશે

શનિવાર અને રવિવારના દિવસોમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ પરિવાર સાથે પસાર કરી શકશે. જેથી માનસિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહપૂર્વક સપ્તાહની શરૂઆતમાં સરકારી કામકાજમાં યોગદાન આપી શકશે. જેના લીધે કાર્યક્ષમતામાં પણ વધારો થશે. પરિણામે સરકારી કાર્યઉત્પાદકતામાં સમગ્રતયા વધારો થશે. હાલમાં સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યાનું પ્રમાણ 33 ટકા જેટલુ હોવાથી કચેરી અને પરિવારમાં બંનેમાં સંતુલન કેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ચિંતન શિબરો તેમજ તે પૂર્વે કર્મચારીઓની કાર્યક્ષમતા સંદર્ભે યોજાતા સેમિનારોમાં વારંવાર સરકારની કચેરીઓ માટે પાંચ દિવસના સપ્તાહની વિચારણા થઈ છે.

Back to top button