જાણો કેવા પ્રકારનું તિલક તમારા માટે શુભ છે કે અશુભ?
સનાતધર્મ અનુસાર લલાટ પર તિલકનું મહત્વ ઘણું જ વધારે છે. હિન્દુ ધર્મમાં ઋષિ-મુનિના સમયગાળાથી તિલક લાગાવવાની પરંપરા ચાલતી આવી છે. પરંતુ શું તમે જાણો છો તે ક્યા જાતકો માટે અશુભ છે?
આ પણ વાંચો : ક્યારે છે કાલ ભૈરવ જયંતી જાણો સાચી તારીખ અને તિથિ !
હિન્દુ માન્યતા અનુસાર, પૂજા વિધીમાં તિલક એક આગવું સ્થાન ધરાવે છે. તિલક વગરની પૂજાનું સફળ ગણાતી નથી. હિન્દુ પરંપરા અનુસાર લલાટના મધ્ય ભાગમાં તિલક કરવાથી મન શાંત અને એકાગ્ર રહે છે. તિલકને એક કરતા વધારે પ્રકારે કરી શકાય છે, જેમાં ગોળ તિલક, લાંબુ તિલક અને ત્રણ રેખાઓ વાળું તિલક કરવામાં આવે છે. તિલક કંકુ, ચંદન, સિંદુર જેવી સામગ્રીથી કરવામાં આવે છે. કેટલાક મહાદેવ ભક્ત લલાટ પર ત્રિપુંડ તિલક કરે છે. તિલક લાગવાથી જાતકની સુંદરતાની સાથે તેના સૌભાગ્યમાં પણ વધારો થાય છે. કંકુનું તિલક કોના માટે અશુભ તે જણવા માટે આગળનો લેખ વાંચો…
કંકુનું તિલક કોના માટે છે અશુભ
જ્યોતિષશાસ્ત્રો અનુસાર વૃષિક અને કર્ક રાશિ ધરાવતા જાતકોને કંકુનું તિલક શુભ માનવામાં આવે છે, પરંતુ જો તેમની કુંડળીમાં મંગળ ભારે હોય તો તેમના માટે કંકુનું તિલક અશુભ માનવામાં આવે છે. આ જાતકોને લાલ તિલકની સાથે-સાથે લાલ રંગનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર મુજબ આવા જાતકો પર લાલ રંગના ઉપયોગથી શનિ દેવ ક્રોધિત થાય છે.
આ પણ વાંચો : શું છે શનિની પનોતી અને ઢૈયા, જાણો તેના ઉપાયો
તિલક લાગવાની સાચી રીત
હિન્દુ માન્યતા અનુસાર દેવી- દેવતા કે મનુષ્યને તિલક કરવાની ખાસ પદ્ધતિ છે. તિલક કરતા હંમેશા એ ધ્યાન રાખવું કે તિલક જમણા હાથની અનામીકા (ત્રીજી આંગળી)આંગળીથી લગાવવું જોઈએ. ભૂલથી પણ તિલક લગાવવા તર્જની (મધ્યમા આંગળી અને અંગુઠા ની વચ્ચેની )આંગળીનો ઉપયોગ ન કરવો. તિલક કરતા સમયે જાતકે પૂર્વ દિશા તરફ ઉભા રહેવું અને માથા પર રૂમાલ કે હાથ રાખવો જોઈએ.
કયા રંગનું તિલક શુભ ગણાય ?
લલાટ પર ચંદનનું તિલક કરવાથી જાતકનું મન અને મસ્તિષ્કને શાંતિ મળે છે. જ્યારે કંકુનું તિલક સૌભાગ્યમાં વધારો કરે છે. હિન્દુ માન્યતા અનુસાર, હિન્દુ ધર્મના કેટલાક દેવી-દેવતાઓને સિંદૂરથી તિલક કરવામાં આવે છે. જેથી જાતકની બાધાઓ દૂર થાય છે.