ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

જીભ છે ભાઈ..! હાડકું તો આપ્યું નથી, લપસી જાય, જાણો કયા નેતાઓ મહિલા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી ચુક્યા છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રણદીપ સુરજેવાલાએ હરિયાણાના કૈથલના ફરાલ ગામમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે ‘લોકો અમને ધારાસભ્ય અને સાંસદ કેમ બનાવે છે? અમે હેમા મલાની નથી કે અમને ચાટવા માટે બનાવવામાં આવ્યા છે.’ આ નિવેદન બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. સાથેહરિયાણા રાજ્ય મહિલા આયોગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને ઉત્તર પ્રદેશના મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમન્સ પાઠવ્યું છે.

જો કે આ પહેલીવાર નથી જયારે કોઇ રાજકીય નેતાની જીભ લાપસી હોય આ અગાઉ પણ અનેક નેતાઓ મહિલાઓએ લઇ અભદ્ર ટિપ્પણી કરી ચુક્યા છે. હાલમાં જ એનડીએ માં જોડાયેલા નીતીશ કુમાર હોય કે પછી સપા નેતા આઝમ ખાન, કે પછી ગોવાના પૂર્વ મુખ્યમન્ત્રી લક્ષ્મીકાંત પાર્સેકર હોય તમામ નેતાઓ મહિલાઓને લઇ અભદ્ર ટિપ્પણી કરી ચુક્યા છે અને પાછળથી માફી પણ માંગી ચુક્યા છે. ત્યારે આવો જોઈએ ક્યારે કાયા નેતાએ શું કહ્યું હતું.

વિધાનસભામાં ચર્ચા દરમિયાન નીતિશે કહ્યું- છોકરી શિક્ષિત હશે તો વસ્તી નિયંત્રણમાં આવશે. આ સમજાવવા માટે તેણે કહ્યું-अगर पढ़ लेगी लड़की… और जब शादी होगा लड़का-लड़की में। पुरुष है वो तो रोज रात में करता है ना… उसी में वो पैदा हो जाता है। और लड़की अगर पढ़ लेती है तो हमको मालूम था कि वो करेगा ठीक है, लेकिन अंतिम में भीतर मत …, उसको बाहर कर दो और करता है तो… उसी में संख्या घट रही है। आप समझ लीजिए।

જ્યારે દિગ્વિજય સિંહે  મીનાક્ષી નટરાજન પર વાંધાજનક નિવેદન આપ્યું હતું

આ ઘટના વર્ષ 2013માં બની હતી જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ મંદસૌરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના તત્કાલીન સાંસદ મીનાક્ષી નટરાજન પણ મંચ પર હાજર હતા. દિગ્વિજય સિંહ સ્ટેજ પરથી મીનાક્ષી નટરાજનના વખાણ કરી રહ્યા હતા પરંતુ વખાણ કરતી વખતે તેમની જીભ લપસી ગઈ અને તેમણે મીનાક્ષી નટરાજન પર વાંધાજનક ટિપ્પણી કરી. તેમના વખાણ કરતા દિગ્વિજય સિંહે કહ્યું, ‘મારી પાસે  40-42 વર્ષનો અનુભવ છે. હું એક જૂનો ઝવેરી છું. થોડા સમય પછી ખબર પડે છે કે કોણ નકલી છે અને અસલી કોણ છે. પરંતુ આ પછી તરત જ તેણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, આ 100 ટચનો માલ છે.

આઝમ ખાને જયા પ્રદા પર ખૂબ જ અશ્લીલ ટિપ્પણી કરી

આ પહેલા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને રામપુરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયા પ્રદા વિશે અભદ્ર નિવેદન આપ્યું હતું. જયા પ્રદા પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે, “હું જેને રામપુર લાવ્યો હતો તેની વાસ્તવિકતા જાણવામાં તમને 17 વર્ષ લાગ્યાં. મને 17 દિવસમાં ખબર પડી કે તેની  ********  પણ ખાકી રંગની છે.”

સીએમ બનતાની સાથે જ  તીરથ સિંહ રાવતે પણ મહિલાઓને લઈ ટિપ્પણી કરી હતી

વર્ષ 2021માં તીરથ સિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બન્યા. રાવતને ઉત્તરાખંડ પબ્લિક કમિશન દ્વારા દેહાદુનમાં બાળ અધિકારોના સંરક્ષણ અંગે આયોજિત વર્કશોપમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તત્કાલિન સીએમ તીરથ સિંહ રાવતે ફાટેલી જીન્સ પહેરેલી મહિલાઓ વિશે ટિપ્પણી કરી હતી. તીરથે કહ્યું હતું કે, “કાતરના મૂલ્યો – ઘૂંટણ બતાવવું, ફાટેલું ડેનિમ પહેરવું અને અમીર બાળકો જેવા દેખાવા – આ બધા મૂલ્યો બાળકોને શીખવવામાં આવે છે. જો આ બધું ઘરેથી નથી આવતું, તો ક્યાંથી આવે છે?  શું આમાં શાળા અને શિક્ષકોનો વાંક છે? હું ફાટેલ જીન્સમાં મારા ઘૂંટણ બતાવું છું. હું મારા પુત્ર સાથે ક્યાં જાઉં છું? છોકરીઓ પણ ઓછી નથી, તેઓ તેમના ઘૂંટણ બતાવે છે, શું આ સારી વાત છે?”

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરનું વિચિત્ર નિવેદન

લગભગ નવ વર્ષ પહેલા ગોવાના તત્કાલિન મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરે નર્સોના વિરોધને લઈને વિચિત્ર નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. જ્યારે પારસેકર વિરોધ કરી રહેલી નર્સોને મળવા આવ્યા હતા ત્યારે તત્કાલીન સીએમએ તેમને કહ્યું હતું કે તડકામાં વિરોધ કરવાથી અને ભૂખ હડતાળ પર જવાથી તેમનો રંગ કાળો થઈ જશે અને લગ્ન સમયે તેમને સારો વર નહીં મળે. સીએમને મળ્યા બાદ નર્સોએ મીડિયાને આ માહિતી આપી હતી.

આ ઘટના વર્ષ 2015ની છે. ગોવામાં એમ્બ્યુલન્સ 108 સેવા સાથે સંકળાયેલા નર્સો અને કર્મચારીઓ વિરોધની સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓ આ અંગે તત્કાલીન સીએમ લક્ષ્મીકાંત પારસેકરને મળ્યા હતા, ત્યારબાદ નર્સોને લઈને તેમનું નિવેદન મીડિયાની હેડલાઈન્સ બન્યું હતું.

શ્રીપ્રકાશ જયસ્વાલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

આ મામલો વર્ષ 2012નો છે. તત્કાલિન કોલસા મંત્રી અને કોંગ્રેસના નેતા શ્રીપ્રકાશ જયસ્વાલે તેમના જન્મદિવસ નિમિત્તે આયોજિત કવિ સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તે ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપી રહ્યાં હતા. પરંતુ બોલતી વખતે તેમની જીભ લપસી ગઈ અને તેમણે કંઈક એવું કહ્યું જે ન કહેવું જોઈતું હતું. તેમણે કહ્યું, “નવી જીત (ભારતની જીત) અને નવા લગ્નનું પોતાનું મહત્ત્વ છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ જીત જૂની થતી જાય છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પત્ની પણ જૂની થતી જાય છે. પછીએ મજા નથી રહેતી.”

સુપ્રિયા શ્રીનેતના હેન્ડલ પરથી અભદ્ર ટિપ્પણી

હાલમાં જ ભાજપ દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને મંડી લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ  સોશિયલ મીડિયા હેન્ડલ પરથી અભદ્ર અને વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી , જેમાં લખ્યું હતું કે, મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે, કોઈ કહી શકે? સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી અભદ્ર અને વાંધાજનક પોસ્ટ સામે આવ્યા બાદ સવાલો ઉભા થવા લાગ્યા હતા.

પ્રણવ મુખર્જીના પુત્રએ પણ મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું 

ડિસેમ્બર 2012માં દિલ્હીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગેંગ રેપનો વિરોધ કરી રહી હતી. પશ્ચિમ બંગાળના જંગીપુરાથી કોંગ્રેસના તત્કાલીન સાંસદ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી દિલ્હી ગેંગરેપ કેસમાં વાહિયાત નિવેદન આપીને વિવાદમાં ફસાયા હતા. અભિજીતે કહ્યું હતું કે ‘છોકરીઓ દિવસે તૈયાર થઈ કેન્ડલ માર્ચ કાઢે છે અને રાત્રે ડિસ્કોમાં જાય છે’. મીણબત્તીઓ પકડીને વિરોધ કરવાની ફેશન બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે અમે પણ વિદ્યાર્થી જીવન જીવ્યા છીએ, અમે વિદ્યાર્થી રહી ચૂક્યા છીએ.  હું સારી રીતે જાણું છું કે વિદ્યાર્થી-વિદ્યાર્થિની  પાત્ર કેવું હોવું જોઈએ.

ભાજપ સરકારના મંત્રી દયાશંકર સિંહેતો તમામ હદો વટાવી દીધી હતી 

યુપી સરકારમાં વર્તમાન પરિવહન મંત્રી દયાશંકર સિંહે વર્ષ 2016માં મીડિયાના કેમેરા સામે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર ખૂબ જ શરમજનક નિવેદન આપ્યું હતું. દયાશંકર સિંહે જુલાઈ 2016માં મૌ જિલ્લામાં મીડિયાની સામે કહ્યું હતું કે, “માયાવતીનું અસ્તિત્વ હવે ખતમ થઈ રહ્યું છે, કાશીરામજીએ જે પાર્ટી બનાવી હતી, કાશીરામજીએ જે સપનું જોયું હતું તે માયાવતીના કારણે ચકનાચૂર થઈ રહ્યું છે. આજે માયાવતી આ રીતે ટિકિટો વેચી રહી છે, જો વેશ્યા કોઈ પુરુષ સાથે કરાર કરે છે, તો તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે તેને તોડતી નથી, પરંતુ રાજ્યના આટલા મોટા નેતા, 3 વખતના મુખ્ય પ્રધાન માયાવતીજી તેમને 1 કરોડ રૂપિયા આપે તો ટિકિટ આપી દે છે, પરંતુ જો એક કલાક પછી જો તેણીને 2 કરોડ રૂપિયા આપનાર કોઈ મળે, તો તે તેને ટિકિટ આપે છે અને સાંજે, જો તેણીને 3 કરોડ રૂપિયા આપનાર કોઈ મળે તો તે તેને આપે છે.” આજે તેનું ચારિત્ર્ય વેશ્યા કરતા પણ ખરાબ છે. આ નિવેદન બાદ દેશના અનેક રાજ્યોમાં હોબાળો થયો હતો.

આરજેડીના ફાયર બ્રાન્ડ લીડર અબ્દુલ બારી સિદ્દીકી પણ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા

લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના ફાયર બ્રાન્ડ લીડર અબ્દુલ બારી સિદ્દીકી પણ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા. મહિલા આરક્ષણ કાયદા પર સિદ્દીકીએ કહ્યું કે હવે લિપસ્ટિક અને બોબકટ વાળવાળી મહિલાઓ આવશે અને તમારી મહિલાઓના અધિકારો છીનવી લેશે. તેમણે લોકસભા અને વિધાનસભામાં પછાત અને અત્યંત પછાત મહિલાઓને ક્વોટા આપવાની હિમાયત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયુ હતું.

કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા પીસી શર્માએ પણ એક વખત હેમા માલિનીના ગાલ પર ટીપ્પણી કરી હતી. રસ્તાઓ પરના ખાડાઓ જોયા બાદ તેમણે કહ્યું હતું કે ભોપાલના રસ્તાઓ પર ખાડાઓ જોયા બાદ તેમણે કહ્યું હતું – રસ્તાઓ કૈલાશ વિજયવર્ગીયના ગાલ જેવા થઈ ગયા છે. 15-20 દિવસમાં રોડ તૈયાર થઈ જશે. તે હેમા માલિનીના ગાલ જેવા હશે.

રાજકારણીઓ દ્વારા આ પ્રકારના નિવેદનો એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડે છે. સ્ત્રી સન્માનની વાતો કરતા નેતા એ કેમ ભૂલી જાય છે કે મહિલા કોઈ પણ હોય… ઐશ્વર્યા રાય હોય, હેમા માલિની હોય, જયા પ્રદા હોય કે દક્ષિણની ત્રિશા ક્રિષ્નન હોય… કે પછી કોઈ સામાન્ય મહિલા… આ તમામ મહિલાઓએ સન્માની હકદાર છે. પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં મહિલાઓના સન્માનની વાત કરે છે પણ તેમનું વર્તન અને વાણી કાંઈ જુદું કહે છે. જાહેર સ્થળોએથી તેમના વિષે આવા અપમાનજનક શબ્દો બોલવા કેટલા યોગ્ય છે ? શું આ રાજકારણીઓ તેમની દીકરીઓ અને બહેનો સામે આ ભાષા પ્રયોગ કરી શકશે ? કે તેમના વિશે આવી વાતો સાંભળી શકશે?

Back to top button