ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

જાણો કયા ફુડ્સને ફ્રિજમાં ન રાખી શકાય? શું છે કારણ?

Text To Speech
  • ટામેટા જોઇએ તેટલા જ પ્રમાણમાં ખરીદો, તેને ફ્રિજમાં ન રાખો
  • ટામેટાં ફ્રિજમાં રાખવાથી તે તેની ફ્રેશનેસ ગુમાવી દે છે
  • લસણને પણ ફ્રિજમાં ન રાખશો, તે અંકુરિત થઇ જશે

સામાન્ય રીતે આપણે ફળો, શાકભાજી અને મસાલાને ખરાબ થતા બચાવવા માટે ફ્રિજમાં રાખી દેતા હોઇએ છીએ. કેટલાક લોકોને તો ફ્રિજને સ્ટોર રૂમ બનાવવાની ટેવ પડી ગઇ હોય છે. કેટલાક ઘરમાં ફ્રિજ ખોલો તો જાતજાતની સ્મેલ આવવા લાગે છે. ભલે તમે વસ્તુઓને સાચવવા માટે ફ્રિજનો ઉપયોગ કરો, પરંતુ કેટલાક ફુડ્સ એવા છે, જેને ફ્રિજમાં ન રાખવા જોઇએ. આવા ફુડ્સ ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ ખરાબ થઇ જાય છે અને તે તમારી હેલ્થને ખરાબ કરી શકે છે. જાણો એવા કેટલાક ફુડ્સ વિશે જેને ફ્રિજની બહાર જ રાખવા જોઇએ.

ટામેટા

નિષ્ણાતો કહે છે કે ટામેટાને ઠંડા તાપમાનમાં રાખવાથી તેનો સ્વાદ ખરાબ થઇ જાય છે અને તે તેની ફ્રેશનેસ ગુમાવી દે છે. તેથી ટામેટાને ફ્રીજથી બહાર રાખવા જોઇએ. ટામેટા બહાર સારા ન રહેતા હોય તો તે જેટલા જોઇએ તેટલા જ ખરીદીને લાવો. તમે તેને બેથી ત્રણ દિવસ સુધી ખાઇ શકો છો.

 જાણો કયા ફુડ્સને ફ્રિજમાં ન રાખી શકાય? શું છે કારણ? hum dekhenge news

લસણ

લસણને ફ્રિજમાં ન રાખવુ જોઇએ. તે ફ્રિજમાં રાખવાથી તે અંકુરિત થઇ જાય છે અને રબડ જેવુ બની જાય છે. તેથી લસણને તમે તમારા ઘરના કીચનમાં જ રાખો. ભુલથી પણ તે ફ્રિજમાં ન રાખો.

કેળા

તમે ક્યારેક જોયુ હશે કે જ્યારે તમે કેળાને ફ્રિજમાં રાખો ત્યારે તેની છાલ ભુરા રંગની થઇ જાય છે. તેની અંદરનું ફળ ખાવા યોગ્ય રહેતુ નથી. તમે તે ખાવાનું મન પણ નહીં થાય. જો તમે ઇચ્છતા હો કે કેળુ ડાઘ વગરનું રહે તો તેને ફ્રિજથી બહાર રાખો.

 જાણો કયા ફુડ્સને ફ્રિજમાં ન રાખી શકાય? શું છે કારણ? hum dekhenge news

ડુંગળી

ડુંગળીને ફ્રિજમાં રાખવાથી તે બગડી જાય છે. વળી ડુંગળીની વાસથી આખુ ફ્રિજ ગંધાઇ શકે છે. તેથી યોગ્ય વાત એ છે કે તમે ડુંગળીને વેન્ટિલેશન વાળી સારી જગ્યા પર રાખો.

મધ

મધને મોટાભાગના લોકો ફ્રિજમાં રાખવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજમાં મધ જામી જાય છે અને તેનો સ્વાદ બગડી જાય છે. તમે મધને ફ્રિજની બહાર રાખી શકો છો.

આ પણ વાંચોઃ લેપટોપ અને ટેબલેટની આયાત પર પ્રતિબંધનો નિયમ 1 નવેમ્બરથી પડશે લાગુ, સરકારે ઉદ્યોગકારોને આપી રાહત

Back to top button