અમદાવાદમાં જાણો કયા બનશે રૂ.700 કરોડના ખર્ચે 9 આઇકોનિક રોડ
- રોડ પર સ્કલ્પચર, વોટરબોડી અને ફાઉન્ટેન પણ મુકાશે
- ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ.નો દાવો છે
- ફુવારા, બાંકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ
અમદાવાદમાં રૂ.700 કરોડના ખર્ચે 9 આઇકોનિક રોડ બનશે. જેમાં પહેલા તબક્કે ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ-બફર ઝોનનો સમાવેશ થશે. સૂચિત રોડ પર ફુવારા, લાઈટો, બાંકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ હશે. ટેન્ડર મંજૂર થતાં કામ શરુ થઇ જશે અને ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ.નો દાવો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી ફરી શરૂ થશે વરસાદની રમઝટ, ત્રણ દિવસ ભારે મેઘની આગાહી
નવ આઇકોનિક રોડના વિકાસ માટે 350 કરોડનું ટેન્ડર કરાયું
અમદવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સરખેજથી ગાંધીનગર હાઇવે સહિત કુલ 26 કિ.મી.ની લંબાઇના 9 આઇકોનિક રોડનો રૂપિયા 700 કરોડના ખર્ચે વિકાસ કરાશે. એસ.જી.હાઇવેના 19મી કિ.મી.ના રોડને 350 કરોડના ખર્ચે વિકાસાવાશે. પાંચ વર્ષમાં સંપૂર્ણ કામ પૂર્ણ થઇ જવાની મ્યુનિ.ને આશા છે. જ્યારે એસ.જી. હાઇવેના ઇસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ અને બફરઝોન સહિત નવ આઇકોનિક રોડના વિકાસ માટે 350 કરોડનું ટેન્ડર કરાયું છે. જેના માટે આગામી 13મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર મંગાવાયા છે. ટેન્ડર મંજૂર થતાં કામ શરુ થઇ જશે અને ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ.એ દાવો પણ કર્યો છે. આઇકોનીક રોડ પર ફલાવર, આકર્ષક વિજપોલ સાથેની લાઇટો અને બાંકડા, ફુટપાથ, સેલ્ફી પોઇન્ટ અને ફુડકોર્ટ સહિતની સુવિધાનું આયોજન કરાયું છે. આઇકોનીક રોડ રોડનું આયુષ્ય પાંચ વર્ષનું રહેશે. રોડની ડિઝાઇનથી લઇ વિવિધ થીમ વિદેશમાં ફરતા હોય તેવી રહેશે. વધુમાં વધુ સુવિધાઓ વધારવા તરફ આયોજન ચાલુ રહ્યું છે.
રોડ પર સ્કલ્પચર, વોટરબોડી અને ફાઉન્ટેન પણ મુકાશે
પાલડીથી વાડજ (આશ્રમરોડ), ડફનાળા, જંકશનથી એરપોર્ટ સર્કલ, કેશવબાગ પાર્ટી પ્લોટથી પકવાના જંકશન અને કેનયુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર જંકશનને આઇકોનીક રોડ બનાવવા માટે આયોજન કરીને સિંગલ ટેન્ડર મંગાવાયા હતાં. પરંતુ સહકાર મળ્યો નહતો. કોઇ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહતો. હવે તમામ આઇકોનીક રોડ સમાવીને પેકેજ બનાવીને ટેન્ડર મંગાવાયા છે. થીમ બેઝ પ્લાન્ટેશન કરી સ્ટ્રીટના બ્યૂટીફિકેશન સાથે YMCAથી એસ.પી.રીંગરોડ સુધીના 45 મીટર પહોળા અને 2.90 કિ.મી. લંબાઇ ધરાવતા રોડને 50 કરોડના ખર્ચે વિકાસાવાશે. આગામી 13મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર મંગાવાયા છે. ટેન્ડર મંજૂરી બાદ કામ સોંપી દેવાશે અને ત્રણ વર્ષમાં કામ પુરુ કરી દેવાશે. ચાલુવર્ષથી જ રોડનું કામ શરૂ થઇ જશે. રોડ પર સ્કલ્પચર, વોટરબોડી અને ફાઉન્ટેન પણ મુકાશે.