ગુજરાતટોપ ન્યૂઝ

નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

Text To Speech
  • આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદી કોઇ સિસ્ટમ સક્રીય નથી
  • રાજ્યમાં શિયાળાની શરુઆતમાં બેવડી ઋતુ અનુભવાશે
  • આગામી 4 દિવસ 36 થી 37 ડિગ્રી ગરમી રહેવાની સંભાવના

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં શિયાળાની શરુઆતમાં બેવડી ઋતુ અનુભવાશે. તથા આગામી 4 દિવસ 36 થી 37 ડિગ્રી ગરમી રહેવાની સંભાવના છે. સવારે ઠંડી તો બપોરે ગરમી સહન કરવી પડશે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ શહેરના વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદનું વાતાવરણ ઘણું સારું રહેશે.

આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદી કોઇ સિસ્ટમ સક્રીય નથી

શહેરમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે એટલે ખુશનુમા માહોલ રહેશે. આ સાથે લઘુત્તમ તાપમાન પણ આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદી કોઇ સિસ્ટમ સક્રીય નથી. પરંતુ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

અમદાવાદનું વાતાવરણ ઘણું સારું રહેશે

આ તરફ અમદાવાદનું વાતાવરણ ઘણું સારું રહેશે. જ્યાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. રાજ્યમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આ સાથે લઘુત્તમ તાપમાન આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના રહેશે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી તો બપોરે ગરમીની અસર થશે. આગામી 4 દિવસ ગરમીનો પારો 36 થી 37 ડીગ્રી રહેશે.

Back to top button