ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હવામાન વિભાગે જાણો કયા કરી માવઠાની આગાહી

Text To Speech
  • સૌરાષ્ટ્રમાં કચ્છથી રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં ઠંડી પડી રહી છે
  • તા.26 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં માવઠાની આગાહી
  • નાતાલ પછી જબરદસ્ત વાતાવરણમાં પલટો આવવાના સંકેત

ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં નાતાલ પછી માવઠાની આગાહી કરાઇ છે. તેમજ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં કચ્છથી રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં ઠંડી પડી રહી છે ત્યારે આ ઠંડીની સાથે નાતાલ પછી તા.26 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં માવઠાની આગાહી છે.

નાતાલ પછી જબરદસ્ત વાતાવરણમાં પલટા સાથે હવામાન કથળવાના સંજોગો

નાતાલ પછી જબરદસ્ત વાતાવરણમાં પલટા સાથે હવામાન કથળવાના સંજોગો છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે અને રાજકોટ, પોરબંદર અને કચ્છમાં નોર્મલ કરતા 5 સે.નીચા તાપમાન સાથે શીતલહર ફરી વળી છે. દેશમાં એક તરફ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ્થી 430 કિ.મી.ના અંતરે વાવાઝોડાનું નાનુ સ્વરૂપ એવું ડિપ્રેસન સર્જાયું છે, જેનાથી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં આજે વરસાદ-બરફવર્ષાની આગાહી છે.

માવઠા પછી કાતિલ ઠંડીની ભીતિ પણ સર્જાઈ

આગામી ગુરુવાર તા.26ના સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં તથા ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા વગેરે જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર ઉત્તરથી રાજસ્થાન થઈને સીધા પવનો આવતા હોય છે જેના પગલે માવઠા પછી કાતિલ ઠંડીની ભીતિ પણ સર્જાઈ છે. કેશોદમાં 9.8, જુનાગઢ 10, અમરેલી અને ભૂજમાં 11, કંડલા 11.9, સુરેન્દ્રનગર 12.8 તથા ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર 14, દ્વારકા, વેરાવળ, દિવ, વડોદરા, 15 સે. સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

Back to top button