- 21 દિવસના દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી
- ગત વર્ષે તા.9 નવેમ્બર-2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતુ
- પ્રાથમિક શાળાઓમાં 9થી 29 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં હવે દિવાળી વેકેશન પડશે. જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 9થી 29 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. તેમાં 21 દિવસના દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી છે. ગત વર્ષે તા.9 નવેમ્બર-2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતુ. જેમાં આ વર્ષે નવેમ્બર માસમાં દિવાળીનો તહેવારો હોવાથી વેકેશનનો સમયમાં ફેરફાર થયો છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરની હવા બની પ્રદુષિત, આ વિસ્તારમાં તો શ્વાસ લેવો પણ ખતરનાક બન્યું
વેકેશનનો સમયમાં ફેરફાર થયો
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશનને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે મુજબ તા.9 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરવાનું રહેશે. મહત્વનું છે કે, ગત વર્ષે તા.9 નવેમ્બર-2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતુ. ગત વર્ષે ઓક્ટોબર માસમાં દિવાળી તહેવારો હતા જ્યારે આ વખતે નવેમ્બર માસમાં દિવાળીના તહેવારો હોવાથી વેકેશનનો સમયમાં ફેરફાર થયો છે.
આ પણ વાંચો: ભુજમાં સંઘના વડા મોહન ભાગવત સાથે આજે મુખ્યમંત્રીની બેઠક, રાજકીય ફેરફારની ચર્ચા શરૂ
ઉનાળુ વેકેશન 6 મે-2024થી જાહેર કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ તા.9 નવેમ્બરથી તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવાની નિયામક કચેરી દ્વારા પરિપત્રના માધ્યમની તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સુચના આપી છે. ગત વર્ષે તા.20 ઓક્ટોબરથી 9 નવેમ્બર-2023 સુધીનું દિવાળી વેકેશન હતુ. આ વખતે અધિક માસના લીધે દિવાળી એક મહિનો પાછી ઠેલાતાં વેકેશનનો સમય ગાળો પણ ઓક્ટોબરના બદલે નવેમ્બરમાં લઈ જવાયો છે. વેકેશનમાં ફેરફાર થતાં આ વખતે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણકાર્ય માટેના દિવસો 124 ફાળવાયા હતા, જે ગત વર્ષે 104 હતા. બીજી તરફ ગત વર્ષે બીજા સત્રમાં શિક્ષણકાર્ય માટે 137 દિવસ ફાળવાયા હતા, જે આ વખતે 127 મળશે. ઉનાળુ વેકેશન 6 મે-2024થી જાહેર કરાશે.