- બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના
- હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન 2026માં શરૂ થશે
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં કુલ 20 બ્રિજ બનશે
ગુજરાતના 8 મેજર બુલેટ ટ્રેન બ્રિજમાં હાલ ચાલતું પાઈલિંગ વર્ક નર્મદા પર 24 કલાક કામગીરી માટે આઠ મીટર પહોળાઈના બે કામચલાઉ એક્સેસ બ્રિજનું નિર્માણ કરાયું છે. અમદાવાદથી મુંબઈ સુધી કુલ 20 બ્રિજ બનનાર છે. નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: સોમનાથ ખાતેથી આ તારીખથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો થશે પ્રારંભ
બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના
નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વિવિધ નદીઓ પર નિર્માણાધીન તમામ 20 પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. NHSRCLના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે, નવીનતમ ટેક્નોલોજીના અનુકૂલનથી બાંધકામનો સમય કોઈપણ નદી પરના પુલના બાંધકામની સરખામણીમાં લગભગ અડધો ટાઈમ લેશે. તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા છે.
આ પણ વાંચો: રાજ્યમાં પ્રથમ વખત આ શહેરમાં હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ થયો
પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજ બાંધવામાં આવી રહ્યા છે
જમ્મુ-ઉધમપુર-કટરા પ્રોજેક્ટનું નિર્માણ કરનારી ટીમનો પણ એક ભાગ હતા. NHSRCL મુજબ, પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજ બાંધવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન નર્મદા, સાબરમતી, મહી, પાર, કાવેરી, પૂર્ણા અંબિકા, દરોથા, દમણ ગંગા, કોલક, મીંધોલા, અનુરાગા, ખરેરા જેવી નદીઓને પાર કરશે. તાપી, કીમ, ધાધર, વિશ્વામિત્રી, મહી, વાત્રક અને મેશ્વમાં સૌથી લાંબો બ્રિજ નર્મદા પર બનશે ત્યારબાદ તાપી અને મહી જે લગભગ 720 મીટરનો હશે. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર- મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના ગુજરાત વિભાગ પર ટ્રાયલ રન 2026માં શરૂ થશે. જોકે, જનતા માટે વર્ષ 2027 સુધીમાં શરૂ કરવામાં આવશે. ટ્રેનની મહત્તમ કાર્યકારી ગતિ 320 કિમી પ્રતિ કલાકની હશે.