જાણો ગુજરાતમાં ક્યારે ફરીથી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ
- સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર નલિયા નહીં પરંતુ કેશોદ
- પાંચ દિવસમાં સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદની આગાહી નથી
- રાજ્યમાં 21 થી 25 ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તારો રહેશે
ગુજરાતમાં ફરી ઠંડી પડશે. જેમાં આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 21 થી 25 ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તારો રહેશે. તથા રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે. પવનની દિશાની અસર જોવા મળશે. જ્યારે બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે.
આ પણ વાંચો: તરભ વાળીનાથ મંદિરને પાંચ કરોડનું દાન મળ્યું, 5 દિવસમાં 15 હજાર યજમાન પૂજામાં બેસશે
સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર નલિયા નહીં પરંતુ કેશોદ
રાજ્યભરનું સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર નલિયા નહીં પરંતુ કેશોદ રહ્યું હતું જ્યાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પવનની ગતિ પણ ઝડપી થવાને કારણે ઠંડીનો ચમકારો રહેશે. દક્ષિણ ગુજરાત પર આવતા પવનોની દિશા હાલમાં દક્ષિણ પશ્ચિમની છે. જ્યારે પવનની ગતિ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ, સીંગતેલના ભાવમાં વધારો થયો
પાંચ દિવસમાં સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદની આગાહી નથી
ઉત્તર ગુજરાત, કચ્છમાં ઠંડીથી વધુ અસર થશે. તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઠંડી જોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદની આગાહી નથી. પરંતુ ત્રીજા અને ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હાલમાં કાશ્મીરમાં ફરી એકવાર હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેની અસર થોડા દિવસોમાં ગુજરાતમાં પણ વર્તાય તેવી શક્યતા છે.