ગુજરાતમાં હવામાન વિભાગે જાણો ક્યારે અસહ્ય ગરમીનું ‘યલો એલર્ટ ‘ જાહેર કર્યું


- રાજ્યનું સર્વાધિક તાપમાન 39.3 સે. નોંધાયું હતું
- લૂ વર્ષાની અને હીટવેવની ચેતવણી આપવામાં આવી
- સમગ્ર રાજ્યમાં બપોરે અસહ્ય તાપનો અનુભવ થયો હતો
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં અસહ્ય ગરમીનું ‘યલો એલર્ટ ‘બહાર પાડયું છે. જેમાં આવતીકાલથી તા.12 સુધી આભમાંથી ધગધગતી લૂ વર્ષાની અને હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યનું સર્વાધિક તાપમાન 39.3 સે. નોંધાયું હતું
રાજકોટમાં હવામાન ખાતા પ્રમાણે રાજ્યનું સર્વાધિક તાપમાન 39.3 સે. નોંધાયું હતું. જ્યારે શહેરના ધમધમતા વિસ્તારો ત્રિકોણબાગ, મહિલા કોલેજ, પ્રદ્યુમ્નબાગ વિસ્તારમાં પારો 41.60 સે. તાપમાન નોંધાયું છે. તેમજ દેવપરા ખાતે પણ 40 સે.થી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતામાં સ્ટાન્ડર્ડ માપ મુજબ ગરમી મપાય છે જે ગરમી સીમેન્ટ કોંક્રિટના ગીચ જંગલો, વૃક્ષવિહોણા ડામરમાર્ગો પર વિશેષ અનુભવાતી હોય છે.
સમગ્ર રાજ્યમાં બપોરે અસહ્ય તાપનો અનુભવ થયો હતો
હવામાન વિભાગ પ્રમાણે હીટવેવની અસર રાજકોટ અને કચ્છ જિલ્લામાં થશે. જ્યારે સોમવારથી બુધવાર બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, કચ્છ, ભાવનગર જિલ્લા માટે ખાસ ચેતવણી અપાઈ છે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, કેશોદ, ભૂજ, અમરેલીમાં પણ 39 સે. સાથે પારો 40 સે.નજીક પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં 38 સે.ને પાર અને વડોદરા 38, સુરતમાં 37 સે. તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં બપોરે અસહ્ય તાપનો અનુભવ થયો હતો.