- 4 દિવસ બેવડી ઋતુની અસર રહેવાનું અનુમાન
- લઘુત્તમ તાપમાન પણ આશરે 21થી લઇને 24 સુધી રહેવાની શક્યતા
- અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 36 ડિગ્રી પર પહોંચ્યું
ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધશે. જેમાં પવનોની દિશા બદલાતા ધીમા પગલે શિયાળાનું આગમન થયુ છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર યથાવત રહેશે. તથા 4 દિવસ બેવડી ઋતુની અસર રહેવાનું અનુમાન છે.
અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 36 ડિગ્રી પર પહોંચ્યું
ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહ્યું છે. તથા અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 36 ડિગ્રી પર પહોંચ્યું છે. તેમજ રાજ્યભરમાં વરસાદની કોઈ શકયતા દેખાઇ રહી નથી. બંગાળની ખાડી અને અરબ સાગરમાં હાલ એક-એક વાવાઝોડું સક્રિય છે. ત્યારે ગુજરાતીઓને પણ ચિંતા સતાવી રહી છે તે બિપરજોય વાવાઝોડાની જેમ રાજ્ય પર કોઇ મોટી અસર ના થાય. પરંતુ ગુજરાતીઓને ડરવાની જરૂર નથી. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય તેમ જણાવ્યુ છે.
લઘુત્તમ તાપમાન પણ આશરે 21થી લઇને 24 સુધી રહેવાની શક્યતા
સોમવારે બપોરે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે. જેમા તમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતાઓ નહીંવત છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલ જે રીતનું સવારનું તાપમાન છે તેવું જ તાપમાન એટલે કે 36થી 38 ડિગ્રી સુધીનું જ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. આ સાથે રાતના તાપમાનમાં પણ વધારે ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાન પણ આશરે 21થી લઇને 24 સુધી રહેવાની શક્યતા છે.