ગુજરાત

જાણો અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ક્યારે થશે શરૂ

Text To Speech

કેન્દ્રમાંથી ગુજરાતને 1.30 લાખ કરોડ વગર વ્યાજે મળશે તેમ સુશીલકુમાર મોદીએ જણાવ્યું છે. તેમાં કેન્દ્રીય બજેટ સમિતિના સંયોજક રાજ્યપાલને મળ્યા હતા. તેમજ ઓગસ્ટ 2026માં અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે. તથા સુશીલ કુમાર મોદીએ કહ્યુ કે, રૂ.240 લાખ કરોડના ખર્ચે રેલવેની નવી લાઈનો નંખાશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડરોમાં આક્રોશ, ક્રેડાઈ ગુજરાતની બેઠક લેવાશે મોટો નિર્ણય

રૂ.240 લાખ કરોડના ખર્ચે રેલવેની નવી લાઈનો નખાશે

ભારત સરકારની બજેટ સમિતિના રાષ્ટ્રીય સંયોજક, રાજ્યસભાના સાંસદ અને બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી શનિવારે ગુજરાતમાં હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત બાદ તેમણે પ્રદેશ ભાજપ શ્રી કમલમે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારત સરકાર ગુજરાતને રૂપિયા 1.30 લાખ કરોડ વગર વ્યાજે લોન સ્વરૂપે આપશે તેમ જણાવ્યુ હતુ. વગર વ્યાજની લોન ઉપરાંત ત્રણ લાખ 70 હજાર કરોડ રૂપિયા અલગથી રાજ્યોને નિર્માણકાર્યો માટે આપવામાં આવશે. બજેટમાં રેલવે માટે ઘણી જાહેરાત કરાઈ છે. એમ કહેતા સુશીલ કુમાર મોદીએ કહ્યુ કે, રૂ.240 લાખ કરોડના ખર્ચે રેલવેની નવી લાઈનો નંખાશે, નવી ટ્રેનો પણ શરૂ કરાશે.

ભાજપના આગેવાનો અને સરકારમાં પદાધિકારીઓને પણ મળ્યા

મુંબઈથી અમજાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બજેટમાં રૂ.19,6,00 કરોડનો ખર્ચ થશે. વર્ષ 2026 સુધીમાં અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન થરૂ થાય તેવી સંભાવનાઓ છે. તેમણે ગુજરાતના કોર ઉદ્યોગ પૈકીના એક હિરા ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડ શીડ્સ પર કસ્ટમ ડયુટી પાંચ ટકાથી ઘટાડી શુન્ય કરી દેવાનું પણ ઉમેર્યુ હતુ. તદ્ઉપરાંત કો-ઓપરેટિવ સોસાયટીઓમાં ટીસીએસ કપાત, સિનિયર સિટીઝન બચત યોજનામાં અને ઈન્કમટેક્સના સ્લેબમાં કરવામાં આવેલાબદલાવ અંગે પણ વિસ્તારથી છણાવટ કરી હતી. સુશીલ કુમાર મોદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત પ્રદેશ ભાજપના આગેવાનો અને સરકારમાં પદાધિકારીઓને પણ મળ્યા હતા.

Back to top button