- મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાએ લીધી વિદાય
- આગામી બે દિવસમાં રાજ્યમાંથી ચોમાસુ સંપૂર્ણ વિદાય લેશે
- રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે
ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ સંપૂર્ણ વિદાય લેશે. જેમાં રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે. તથા મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે આગામી બે દિવસમાં રાજ્યમાંથી ચોમાસુ સંપૂર્ણ વિદાય લેશે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.
રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેશે
રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેશે. તથા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રીને પાર છે. ત્યારે સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 38.1 ડિગ્રી છે. અમદાવાદમાં 35.5 ડિગ્રી, ગાંધીનગર 34.4 ડિગ્રી, ડીસા 36.7 ડિગ્રી, વલસાડ 35.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 37.2 ડિગ્રી, રાજકોટ 36.8 ડિગ્રી છે. તેમજ ઓકટોબર મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. રાજ્યમાં ધીરે ધીરે ભેજનું પ્રમાણ ઘટતા વાતાવરણ શુષ્ક બની રહ્યુ છે. આ સાથે વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે તો બપોર ધોમધખતો તાપ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે આગામી છ દિવસો માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. તો તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યું છે. તે હવે રાજ્યમાં બે દિવસનું જ મહેમાન છે.
આગામી છ દિવસ કોઇક જગ્યાએ એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે
હવામાન અંગેની આગાહી કરતા એમ પણ જણાવ્યુ કે, આગામી છ દિવસ કોઇક જગ્યાએ એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી આ સાથે ટેમ્પરેચરમાં પણ કોઇ મોટો ફેરફાર નહીં થાય. આ સાથે તેમણે એમ પણ કહ્યુ કે, મંથલી પ્રિડિક્શનમાં જોવા મળ્યુ છે કે, હાલનું સવાર એટલે મેક્સિમમ ટેમ્પરેચર અને રાતનું ટેમ્પરેચર એટલે મિનિમમ ટેમ્પરેચર નોર્મલથી અબાવ નોર્મલ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાંથી વરસાદે વિદાય લઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાનમાંથી ભેજનું પ્રમાણ પણ ઓછું થઇ રહ્યુ છે.