ધર્મ

જાણો ક્યારે છે વર્ષની અંતિમ વિનાયક ચતુર્થીઃ કેવી રીતે કરશો ગણેશજીને પ્રસન્ન

Text To Speech

હિંદુ કેલેન્ડર અનુસાર દરેક મહિનામાં બે ચતુર્થી આવે છે. અમાસ પછી આવતી શુક્લ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી કહેવાય છે. આ સાથે પુનમ બાદ કૃષ્ણ પક્ષમાં પડતી ચોથને સંકટ ચોથ કહેવાય છે. આ વર્ષની છેલ્લી ગણેશ ચતુર્થી 26 ડિસેમ્બર 2022ના રોજ છે. શુક્લ પક્ષમાં હોવાના કારણે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે. વિનાયકને વરદ ચતુર્થીના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન ગણેશની પુજા કરવાની અને વ્રત રાખવાનું હોય છે. આ દિવસે ગણેશજીની શ્રદ્ધા ભાવ સાથે પુજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પુર્ણ થાય છે. તમામ દુઃખમાંથી છુટકારો મળે છે. વિનાયક ચતુર્થીની તિથિ, શુભ મુહુર્ત અને મહત્ત્વ જાણો

જાણો ક્યારે છે વર્ષની અંતિમ વિનાયક ચતુર્થીઃ કેવી રીતે કરશો ગણેશજીને પ્રસન્ન hum dekhenge news

પોષ મહિનાના શુક્લ પક્ષની ચોથ 26 ડિસેમ્બર, સોમવારે સવારે 4.51 વાગ્યે શરૂ થઇને આગામી દિવસે 27 ડિસેમ્બરે સવારે 1.37 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ હોવાના કારણે વિનાયક ચતુર્થીનું વ્રત 26 ડિસેમ્બરે રખાશે.

આ છે શુભ મુહુર્ત

વિનાયક ચતુર્થીનું શુભ મુહુર્ત સવારે 11.20 વાગ્યાથી બપોરે 1.24 વાગ્યા સુધી રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7.12 વાગ્યાથી સાંજે 4.42 વાગ્યા સુધી રહેશે. રવિ યોગ સવારે 7.12 વાગ્યાથી સાંજે 4.42 વાગ્યા સુધી રહેશે. અભિજીત મુહુર્ત બપોરે 12.01 વાગ્યાથી 12.42 વાગ્યા સુધી રહેશે. અમૃત કાળ સવારે 7.27થી 8.42 વાગ્યા સુધી રહેશે.

જાણો ક્યારે છે વર્ષની અંતિમ વિનાયક ચતુર્થીઃ કેવી રીતે કરશો ગણેશજીને પ્રસન્ન hum dekhenge news

આ રીતે કરો વિઘ્નહર્તાનું પૂજન

સૌ પ્રથમ ભગવાન ગણેશનો અભિષેક કરો. ગણેશજીને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ, વસ્ત્ર વગેરે શુભ વસ્તુઓ ચઢાવો. શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો. તે પછી તેમના 12 નામ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો.
ઓમ સુમુખાય નમ:
ઓમ એકદંન્તાય નમ:
ઓમ કપિલાય નમ:
ઓમ ગજકર્ણકાય નમ:
ઓમ લંબોદરાય નમ:
ઓમ વિકટાય નમ:
ઓમ વિઘ્નનારાયણ નમ:
ઓમ વિનાયકાય નમ:
ઓમ ધુમ્રકેતવે નમ:
ઓમ ગણાધ્યક્ષાય નમ:
ઓમ ભાલચંદ્રાય નમ:
ઓમ ગજાનનાય નમ:

વિનાયક ચતુર્થીનું મહત્ત્વ

શાસ્ત્રોમાં વિનાયક ચતુર્થીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સૌ પ્રથમ ભગવાન ગણેશની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે આરાધના કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિ, ધન-લાભ, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ સાથે વિધ્નહર્તા ગણેશજી વ્યક્તિને દરેક દુઃખમાંથી છુટકારો અપાવે છે.

આ પણ વાંચોઃ ગ્રીન એનર્જી : રાજકોટ બસ પોર્ટ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ

Back to top button