ટ્રેન્ડિંગધર્મ

જાણો ક્યારે છે સંકટ ચોથનું વ્રતઃ કેમ છે ખાસ?

Text To Speech

દરેક વર્ષે 24 ચતુર્થી આવે છે. કેટલાય લોકો ચોથનું વ્રત રાખતા હોય છે. આ વ્રત રાખવાથી ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે. વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. મહા વદ ચોથ સંકટ ચોથ (સંકષ્ટી ચતુર્થી) તરીકે ઓળખાશે. આ દિવસે ભગવાન ગણેશના છઠ્ઠા સ્વરૂપ દ્રિજપ્રિય ગણેશની પુજા કરવામાં આવશે. માન્યતા છે કે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ઉપાસના કરવાથી તમામ મનોકામના પુર્ણ થાય છે. ભક્તોને ધન-સમૃદ્ધિ અને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

 જાણો ક્યારે છે સંકષ્ટી ચતુર્થીનું વ્રતઃ કેમ છે ખાસ? hum dekhenge

9 ફેબ્રુઆરી અને ગુરૂવારના રોજ સંકટ ચોથ (સંકષ્ટી ચતુર્થી) આવે છે. આ વખતે સંયોગ એટલો સારો છે કે વસંતઋતુમાં સૌથી પહેલી સંકટ ચોથ (સંકષ્ટી ચતુર્થી)નું વ્રત ગુરૂવારે આવ્યુ છે. આ દિવસે ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી મનુષ્યને ધનધાન્યની કોઇ કમી રહેતી નથી. આ દિવસે ગણેશજીના દર્શન પણ અચુક કરો.

 જાણો ક્યારે છે સંકષ્ટી ચતુર્થીનું વ્રતઃ કેમ છે ખાસ? hum dekhenge news

જાણો વ્રતનું મુહુર્ત

સંકટ ચોથનું વ્રત 9 ફેબ્રુઆરીના રોજ સવારે 4.53 મિનિટે શરૂ થશે અને 10 ફેબ્રુઆરીએ સવારે 6.28 મિનિટ સુધી ચાલશે. આ દિવસે ચંદ્રોદયનો સમય રાતે 9.13 મિનિટનો નિર્ધારિત કરાયો છે. એવું માનવામાં આવે છે કે ચતુર્થી વ્રતના દિવસે ચંદ્રોદય બાદ જ વ્રતના પારણા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં કઈ ઋતુ ગણવી શિયાળો કે ઉનાળો ? બિમારીઓનું ચલણ વધ્યું

Back to top button