જાણો ક્યારથી બેસે છે હોળાષ્ટક? શું છે તેનું મહત્ત્વ?
હોળાષ્ટક હિન્દુ ધર્મના મહત્ત્વપુર્ણ દિવસોને કહેવામાં આવે છે. હોળાષ્ટક હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડરમાં તે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં આવે છએ. હોળાષ્ટક બે શબ્દો મળીને બને છે. હોળી અને અષ્ટક. તે 8 દિવસનું પર્વ હોય છે. હોળીના તહેવાર પહેલાના આઠ દિવસ હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે હોળીનો તહેવાર આવે તેની સુચના રૂપે પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટકમાં હોળી ઉત્સવ સાથે હોળિકા દહનની પણ તૈયારીઓ શરૂ થઇ જાય છે.
વસંત ઋતુમાં ફાગણ મહિનાની પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે. હોળીનાં બીજા દિવસે એટલે કે ચૈત્ર માસની પ્રતિપદા તિથિએ હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે. હોળાષ્ટકની શરૂઆત હોળીનાં આઠ દિવસ પહેલા શરુ થાય છે અને હોલિકા દહનની સાથે જ હોળાષ્ટકનું સમાપન થાય છે.
હોળાષ્ટકનું શું છે મહત્ત્વ
હોળાષ્ટકના દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી. એવું કહેવામાં આવે છે કે હોળાષ્ટકના 8 દિવસોને અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન કોઇ પણ વિવાહ, સગાઇ, ગૃહ પ્રવેશ, નવા ઘરની ખરીદી, વાહનની ખરીદી, ભુમિ પુજન, નવા વ્યવસાયની ખરીદી વગેરે શુભ કાર્ય કરવામાં આવતા નથી. હોળાષ્ટકમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી.
હોળાષ્ટક ક્યારથી શરુ થાય છે?
હિંદુ પંચાંગ અનુસાર 27 ફેબ્રુઆરીથી શરુ થાય છે જે 7 માર્ચ સુધી રહેશે. હોળીકા દહન 7 માર્ચ 2023એ થશે , જ્યારે બીજા દિવસે એટલે કે 8 માર્ચ પર ધૂળેટી ઉજવવામાં આવશે . 26 તારીખે રવિવારના રોજ રાતે 12.59 વાગ્યાથી હોળાષ્ટક શરૂ થશે અને તે 7 માર્ચે સાંજે 6.11 વાગ્યા સુધી રહેશે.
આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો છવાયો : પ્રથમ નંબરે થયો વિજેતા