જાણો ક્યારે ટકરાશે બિપોરજોય વાવાઝોડુ, કેટલુ થશે નુકશાન
HD ન્યુઝ ડેસ્કઃ વાવાઝોડુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ અત્યારે અતીભયાનક રુપમાં છે. આ ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં 30 હજાર થી વધુ લોકોનુ સ્થાળાંતર કરવામાં આવ્યુ છે. આ વાવાઝોડુ નલિયાથી 300 કિમી દુર છે. આ સ્થિતીને જોતા રાજ્ય સરકારે આગમચેતી ના ભાગ રુપે તૈયારીઓ શરુ કરી નાખી છે.
ક્યારે ટકરાશે વાવાઝોડુઃ આ વાવાઝોડુ કાલે બપોરના સમય દરમિયાન જખૌ થી પસાર થવાનું છે. બિપોરજોય સતત પોતાની દિશા બદલી રહ્યું છે આથી એ ચોક્કસ ક્યા લેન્ડ ફોલ કરશે તેનુ અનુમાન ના લગાવી શકાય.
કેટલી હશે તીવ્રતાઃ આ વાવાઝોડુ જ્યારે ગુજરાતને પસાર થશે ત્યારે પવન ની ગતી 100 થી 150 કિમી પ્રતી કલાકની હશે . આ વાવાઝોડાની લેન્ડફોલની પ્રકિયા 3 કલાક ચાલશે. આ બધાની વચ્ચે લગભગ 10 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે. માત્ર દરિયા કાંઠાના વિસ્તારોમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં તિવ્ર પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.
કેટલું થશે નુકશાનઃ રાજ્ય સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 38 હજાર લોકોનું સ્થાળાંતર કરી નાખ્યું છે આથી કેઝ્યુઆલીટી ઓછી થવાની સંભાવના છે. 2021માં જ્યારે તૌક્તે વાવાઝોડુ આવ્યુ હતું ત્યારે અંદાજે 11 હજાર કરોડનુ નુકશાન થયું હતુ તથા ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. આ વાવાઝોડાની તીવ્રતા તૌકતે કરતા વધું છે.
આખા ગુજરાતને કેટલી અસરઃ અહી બીજી વાત એ સમજવા જેવી છે કે તૌકતેનુ લેન્ડફોલ દિવ પાસે હતુ એટલે આખા ગુજરાતમા એને તબાહી મચાવી હતી. બિપરજોય નલિયા પાસેથી ગુજરાતમાં ટકરાવાનુ છે આના હિસાબે તે આખા ગુજરાતમા ઓછી તબાહી મચાવશે. જો કે દરિયા કાંઠે તો પરિસ્થિતિ વીકરાળ બનશે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડુ