ગુજરાતટોપ ન્યૂઝ

ઉત્તર ભારતમાં હિમવર્ષાની જાણો શું થશે ગુજરાતમાં અસર, અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની કરી આગાહી

Text To Speech
  • એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે
  • 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે
  • નલીયામાં સૌથી ઓછુ 12 ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર થઇ છે. તેમાં ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ત્યારે નલીયામાં સૌથી ઓછુ 12 ડિગ્રી તાપમાન સાથે શહેર ઠંડુગાર બન્યું છે. ઉત્તરમાંથી આવતા ઠંડા પવનોને લીધે તાપમાનનો પારો ગગડ્યો છે.

ગાંધીનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 19.2 ડિગ્રી તાપમાન

અમદાવાદનું લધુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું છે. સાથે જ ગાંધીનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 19.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. વડોદરા અને ભુજમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગર 19 અને સુરત 23 ડિગ્રી તાપમાન સાથે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડી જોવા મળી રહી છે. ખાસ કરીને સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? અને ક્યારે ઠંડી જોર પકડશે તે જાણવું મહત્વનું બની રહે છે. સાથે જ આગમી દિવસોમાં માવઠું પડશે કે નહીં તે પણ જાણવું ખૂબ જ અગત્યનું છે.

એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે

આગામી દિવસોમાં રાજ્યના હવામાનને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાવવાની આગાહી કરી હતી. ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડક્ડતી ઠંડી પડશે. ડિસેમ્બરના એન્ડ સુધી એક પછી એક સિસ્ટમ બન્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે

બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ. ઠંડી અંગે તેમણે જણાવતા કહ્યુ કે, શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે, જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે.

Back to top button