ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

જાણો UPSC ઉમેદવારોના ફેવરીટ વિકાસ દિવ્યકિર્તી એનિમલ ફિલ્મ પર શું બોલ્યા?

Text To Speech

મુંબઈ, 15 એપ્રિલ: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલના કન્ટેન્ટને લઈને બે હજુ સુધી ચર્ચા ઓછી થઈ નથી. કેટલાક લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે તો ઘણા લોકોએ તેની ટીકા કરી છે. હવે IAS કોચ વિકાસ દિવ્યકીર્તિ ઉર્ફે વિકાસ સર એ ફિલ્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ વલ્ગર છે. તેમણે કહ્યું કે, ફિલ્મમાં દિગ્દર્શકે બતાવ્યું છે કે તેનો હીરો પ્રાણીની જેમ હરકત કરે છે. બસ આટલામાં પૈસા કમાવી લીધા.

આવી ફિલ્મ ન બનવી જોઈએ

વિકાસ દિવ્યકીર્તિ એક શિક્ષક અને YouTube મોટિવેટર છે. તે સમાજના અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે અને યુવાનોને શીખવે છે. નિલેશ મિશ્રા સાથેની મુલાકાતમાં તેમણે ફિલ્મ એનિમલ પર વાત કરી હતી. વિકાસે કહ્યું, એનિમલ જેવી ફિલ્મ આપણા સમાજને 10 વર્ષ પાછળ લઈ જાય છે. આવી ફિલ્મ ન બનવી જોઈએ. તમે બસ પૈસા કમાયા છે. તમે બતાવ્યું કે તમારો હીરો પ્રાણીની જેમ વર્તે છે. કંઈક તો સોશિયલ વેલ્યૂ હોવી જોઈએ. પછી લોકો માત્ર પૈસા માટે જ કામ કરશે? વિકાસ દિવ્યકીર્તિએ ખાસ કરીને તે સીન વિશે વાત કરી જેમાં રણબીર કપૂરનું પાત્ર તૃપ્તિ ડિમરીના પાત્રને તેની વફાદારી સાબિત કરવા માટે તેના જૂતા ચાટવાનું કહે છે.

વિકાસ દિવ્યકીર્તિએ ‘એનિમલ’ને વાહિયાત ફિલ્મ ગણાવી

વિકાસ દિવ્યકીર્તિએ કહ્યું, ‘ફિલ્મ જોયા પછી જો કેટલાક છોકરાઓ જેઓ અલગ માનસિકતા ધરાવતા હોય અને એટલા મેચ્યોર ન હોય, તેઓ તેમની ગર્લફ્રેન્ડને તેના ચપ્પલ ચાટવાનું કહીને તેમના પ્રેમની પરીક્ષા કરે તો શું થશે? તે ખૂબ જ દુઃખદ બાબત છે કે આપણે આવી અભદ્ર અને વાહિયાત ફિલ્મ બનાવી રહ્યા છીએ. મહત્ત્વનું છે કે, અભિનેતા સિદ્ધાર્થ જેણે તાજેતરમાં જ અદિતિ રાવ હૈદરી સાથે સગાઈ કરી છે. તેણે આ મૂવી પર કટાક્ષ કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે,  વિકાસ દિવ્યકીર્તિ વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. યુટ્યુબ પર પણ યુવાનો તેમને ફોલો કરે છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12વી ફેઇલમાં તેમણે પોતાની ભૂમિકા ભજવી છે. વિક્રાંત મેસ્સી તેમના ક્લાસમાં જતો જોવા મળે છે.

આ પણ વાંચો: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા 2 આરોપીની ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા 

Back to top button