જાણો, આ મહિલાએ એવું તો શું કર્યું કે માત્ર ૧૫ દિવસમાં કોલેસ્ટ્રોલ અને ડાયાબિટિઝ થયું નોર્મલ
ખેડા જિલ્લાના પ્રાંતિજથી ભુજની સરકારી આયુર્વેદીક હોસ્પિટલની સફળ સારવાર અંગે સાંભળીને હોસ્પિટલ આવેલા ૫૪ વર્ષના ક્લેરાબેન પટેલને માત્ર ૧૫ દિવસની પંચકર્મ તથા આયુર્વેદિક સારવારના પરીણામે અનેક રોગનું શમન થઇ જતાં તેઓએ ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ રીપોર્ટમાં મુખ્ય આર્ટરીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત મને અન્ય રોગ જેમ કે, કિડની રીપોર્ટમાં બલ્ડ યુરીયા વધારે હતું , મારૂ કોલેસ્ટ્રોલ પણ વધુ હતું. તેમજ ફાસ્ટીંગ ડાયાબિટીસ ૨૫૦ -૩૦૦ રહેતું હતું.
આ દરમિયાન મને કચ્છના સંબંધી મારફતે ભુજની આયુર્વેદિક હોસ્પિટલની કારગત નીવડતી સારવાર વિશે જાણવા મળતા હું ખાસ અહીં આવી છું.છેલ્લા ૧૫ દિવસથી દવા સાથે પંચકર્મ સારવારમાં જેવી કે બસ્તી, નેત્ર તર્પણ વગેરે લીધા બાદ મને આશ્ચર્યજનક પરીણામ મળ્યા છે. મારૂ બ્લડ યુરીયા નોર્મલ થઇ ગયું છે. કોલેસ્ટ્રોલ નોર્મલ આવ્યું છે. ફાસ્ટીંગ ડાયાબિટીસ નોર્મલ ૧૧૦ થઇ ગયું છે.જમ્યા પછી ૨૦૦ આવે છે. નેત્રતર્પણ સારવારથી મારી આંખની ઝાંખપ દુર થઇ ગઇ છે. ચશ્મા વગર હું દૂરના અક્ષ્રર સારી રીતે વાંચી શકું છું.
આયુષ ચિકીત્સા પદ્ધતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તથા પ્રાકૃતિક ઉપચારને પ્રોત્સાહન મળે તે માટે સરકાર આયુર્વેદિક હોસ્પિટલની સુવિધા સાથે રાષ્ટ્રીય આયુષ મિશન અનુંસધાને આયુષ વેલનેસ સેન્ટર શરૂ કર્યા છે. જે લોકો માટે વરદાનરૂપ સાબિત થયા છે. હાલ ભુજ ખાતે આવેલી જિલ્લા સરકારી આયુર્વેદિક હોસ્પીટલ તથા આયુષ વેલનેસ સેન્ટર સામાન્ય લોકોને ખુદની દેખભાળની સાથે યોગ, આહાર , પરામર્શ તથા સ્વાસ્થ્ય સંવર્ધક તેમજ રોગોપચારની સેવા આપી રહ્યું છે. આયુષ સેન્ટરમાં આયુર્વેદ, યોગા, નેચરોથેરાપી, યુનાની, સિધ્ધા તથા હોમિયોપેથીની સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાથી દર્દીઓ માટે સારવાર વધુ સરળ અને સફળ બની છે.
તેઓએ વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, લાંબા સમયથી થયેલા અને અસાધ્ય રોગોમાં પંચકર્મ તથા આયુર્વેદીક સારવાર ખુબ જ સારા પરીણામ આપી શકે છે.બજારમાં પંચકર્મની સારવાર લેવા જઇએ તો એક સેશનના હજારો ચુકવવા પડતા હોય છે. જે ગરીબ કે મધ્યમ વર્ગીય લોકો માટે ચુકવવા અશક્ય છે ત્યારે અહીં સરકાર દ્વારા સંપૂણ નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે જેનો દરેક દર્દીએ લાભ લેવો જોઇએ.