મોરબી દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટે જાણો શું કહ્યું ? હાઇકોર્ટને પણ આપ્યો ખાસ આદેશ
મોરબી ઝુલતા બ્રિજ તૂટવાની ઘટના હવે કેન્દ્ર તપાસ પંચ સુધી પહોંચી છે. આ માટે CBI દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવા અને મૃતકોના પરિજનોને વધારે વળતર ચૂકવા માટે કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો ઈનકાર કરી દીધો છે. જોકે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી જેમની તેમ રાખવા માટે ચીફ જસ્ટિસે (CJI) જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા મોરબી ઝુલતા બ્રિજ ઘટના પર CJIએ કહ્યું કે, આ ઘટનાની સ્વતંત્ર તપાસ પર ગુજરાત હાઈકોર્ટએ સુઓ મોટો કરીને સુનાવણી કરતી રહેશે. પરંતુ આ મામલા સાથે જોડાયેલી માંગ પર પહેલા ગુજરાત હાઈકોર્ટ સુનાવણી કરશે. જોકે કોર્ટે અરજીકર્તાઓ અને અન્ય કોઈ પીડિત પક્ષને સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ આવવાની અનુમતી આપી છે.
30 ઓક્ટોબરના મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 2 લોકોના સંબંધી દિલીપ ચાવડાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી પર સુનાવણી માટે અપીલ કરી હતી. જોકે કોર્ટે તેમને હાલમાં કહ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ પહેલાથી આ મુદ્દે સુનાવણી કરી રહી છે, તેઓ ત્યાં પોતાની માગણી રજૂ કરે.
આ પણ વાંચો : છાવલા ગેંગરેપ-મર્ડર કેસઃ ત્રણ દોષિતોને છોડી મુકવાના સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે દિલ્હી સરકાર, LGએ આપી મંજૂરી
આ સાથે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પણ અનુરોધ કર્યો છે કે, તે અરજીકર્તા દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાઓ પર પણ વિચાર કરે, જેમાં મામલાની સ્વતંત્ર તપાસ, નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી કાર્યવાહી, અજંતા મેન્યુફેક્ચરિંગના મોટા લોકો પર કાર્યવાહી, વળતર વધારવું સામેલ છે.