ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની જાણો શું આગાહી કરી

Text To Speech
  • અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ
  • માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં હાલ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આગામી 2 દિવસ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે ધોધમાર મેઘો

રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ નહિવત

રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા બનાસકાંઠાના દાંતીવાડામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ નહિવત છે. તથા હવામાન વિભાગની સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તેથી સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં મધ્યમ વરસાદનુ અનુમાન છે.

અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા

ભાવનગર, દ્વારકા, મોરબી, અમરેલીમાં વરસાદની શક્યતા સાથે નવસારી, વલસાડ, ભરુચમાં પણ વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમજ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના સાથે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

Back to top button