ગુજરાતહેલ્થ

H1N1 અને H3N2ની સારવારની તમામ વ્યવસ્થાઓ અંગે આરોગ્યમંત્રીએ જાણો શું કહ્યું?

રાજ્યમાં હાલ બદલાતા વાતાવરણને લીધે તાવ-ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બધી જ હોસ્પિટલમાં અનેક H3N2ના તેમજ H1N1ના ઘણા બધા કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે H3N2ની પરિસ્થિતી વિશે જણાવ્યું છે કે, આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે. H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

રાજ્યમાં 111 સરકારી અને 60 ખાનગી લેબ ઉપલબ્ધ

રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે.

આ પણ વાંચો : સાચવજો ! રાજ્યમાં H3N2‌ વાયરસથી મોત

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અને H1N1 પોઝીટીવ આવે ત્યારે તે દર્દીન H1N1 પોઝીટીવ ગણવામાં આવે છે.
જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને H1N1 નેગેટીવ હોય ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.

H3N2થી એક પણ મૃત્યુ થયું નથી

રાજ્યમાં બદલાયેલા હવામાનને કારણે તાવ-ઉધરસના અનેક કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં જ્યમાં H1N1 ના 80 અને H3N2 સીઝનલ ફ્લુના 06 કેસોનો નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આથી H3N2 સીઝનલ ફ્લુથી ગભરાવવું નહી અને તકેદારી રાખવી.

આ પણ વાંચો : H3N2 વાયરસ વિશે સૌથી સરળ ભાષામાં સમજાવતા ડૉ અવકાશ પટેલ, જાણો શું કહ્યું ?

H3N2 ફ્લુ ના નીચે મુજબના લક્ષણો જણાતા શું કરવું.

કેટેગરી- A ના લક્ષણો

શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો.

કેટેગરી- A નો ઉપાય : જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી,
આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો, સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

આ પણ વાંચો : ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં પરંતુ તકેદારી રાખવાની જરૂર : ઋષિકેશ પટેલ

કેટેગરી- B (1) લક્ષણ

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી

કેટેગરી- B (2) લક્ષણો

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ

ઉંમર 65 વર્ષથી વધુ, ગર્ભાવસ્થા, 5 વર્ષથી નાની વયના બાળકો, શ્વસનતંત્રની બીમારી, લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી, ડાયાબિટીસ ના દર્દી, એચઆઇવી/એઇડ્સ

કેટેગરી – B નો ઉપાય :

ઓસેલ્ટામિવીર આપવાની હોય છે, આઈસોલેશનમાં રહેવાનું, અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો, સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

આ પણ વાંચો : H3N2 વાયરસ: બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓમાં જુદા જુદા લક્ષણો… તમે પણ રહો સાવધાન…

કેટેગરી- C ના લક્ષણો

કેટેગરી- A અને B ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહી પડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનીયાની અસર

કેટેગરી – C નો ઉપાય :

હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી, સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી, ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.

Back to top button