Video: મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યપ્રધાન નક્કી કરવા નિરીક્ષક બનાવ્યા બાદ રૂપાણીએ શું કહ્યું?
રાજકોટ, તા. 2 ડિસેમ્બર, 2024: ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. ભાજપે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને હજુ પણ સસ્પેન્સની સ્થિતિ છે.
રૂપાણીએ શું કહ્યું
આ દરમિયાન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને મહારાષ્ટ્ર માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણી એ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, પાર્ટીએ અમને બંનેને મહારાષ્ટ્રના નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. અમે નિરીક્ષક તરીકે જઈ રહ્યા છીએ જ્યાં વિધાયક પક્ષના નેતાની નિમણૂક કરવાની પ્રક્રિયા થશે. કેન્દ્રીય કાર્યાલય અમને બેઠકની તારીખ જણાવશે અને અમે જઈને દરેકને મળીશું અને પછી હાઇકમાન્ડ સાથે વાત કરીશું. હાઇકમાન્ડની સૂચના પછી વિધાયક દળના નેતાની જાહેરાત કરવામાં આવશે.
#WATCH | Former Gujarat CM and BJP’s Central Observer for Maharashtra Vijay Rupani says, ” Party has appointed both of us as Maharashtra observers. We are going as observers where the procedure to appoint the legislative party leader will take place…central office will let us… https://t.co/qteO50DdGs pic.twitter.com/IoJlmOvh1Z
— ANI (@ANI) December 2, 2024
વિધાનસભાની ચૂંટણીમાં શું આવ્યું પરિણામ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા મહાયુતિ અને મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે હતી. મહાયુતિએ 288 સભ્યોની વિધાનસભામાં 230 બેઠકો જીતી હતી. ભાજપને 132, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી હતી. ભાજપ, શિવસેના અને એનસીપી મહાયુતિ ગઠબંધનના ત્રણ ઘટકો છે. બીજી તરફ મહા વિકાસ અઘાડીએ 288 બેઠકોમાંથી માત્ર 46 બેઠકો જીતી હતી. યુબીટીએ 20, કોંગ્રેસે 16 અને શરદ પવારની આગેવાનીવાળી એનસીપીએ 10 બેઠકો જીતી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 14 પીઆઈની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S