ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે ઓવૈસીએ જાણો શું કહ્યું ?
એક તરફ હાલની સત્તામાં રહેલી ભાજપ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જેના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ જાહેરાત કરી હતી. પરંતુ આ મામલે ગુજરાત પ્રવાસે આવેલા AIMIM (All India Majlis-E-Ittehadul Muslimeen)ના નેતા પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું કે, લો કમિશને જ કહ્યું છે કે આ દેશને હાલ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર નથી.
દેશભરમાં ઘણાં સમયથી યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા ચાલી રહી છે તેની વચ્ચે ગુજરાતમાં આ નિર્ણય આવતાં ઓવૈસીએ કહ્યું કે, ભાજપની જુની આદત છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આવા મુદ્દાઓ ઉઠાવે છે, પોતાના રાજકીય રોટલા શેકવા. હજુ તો આવું ઘણું થશે. મારું માનવું છે કે ભાજપ અસલ મુદ્દાઓ પર વાત કરવા જ માગતી નથી. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ મુદ્દા ઉઠાવે છે. તે યોગ્ય નથી.
આ પણ વાંચો : ગુજરાત ચૂંટણીમાં ઓવૈસી પણ બતાવશે પોતાની શક્તિ, AIMIMએ ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત
ઓવૈસી જે રીતે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ વધારી રહ્યા છે તે રીતે AIMIM ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાશે, જેનાથી સૌથી વધુ ચિંતા કોંગ્રેસને થઈ રહી છે. ઓવૈસીની પાર્ટી 182 બેઠકોમાંથી 30 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ 5 બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. AIMIMએ સુરત ઇસ્ટ બેઠક પર વસીમ કુરેશી, લીંબાયત બેઠક પર અબ્દુલ બશીર, જમાલપુર-ખાડિયા બેઠક પર સાબિર કાબલીવાલા, દાણીલીમડા પર કૌશિકાબેન પરમાર અને બાપુનગર બેઠક પર શાહનવાઝ ખાનને ટિકિટ આપી છે.
આ જોતાં મુસ્લિમ વસ્તી ધરાવતાં મત વિસ્તારોમાં ભાજપ કરતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુ નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પર ઓવૌસી અને તેમને પક્ષ રાજકીય ગરમાવશે. જેની સાથે ગુજરાતમાં ટ્રાયબલ લોકોને પણ AIMIM દ્વારા જોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Gujarat Election: નવસારીમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને લોકોએ દેખાડ્યા કાળા વાવટા, લાગ્યા ‘મોદી-મોદી’ના નારા