ગુજરાત માટે જાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની શું કરી આગાહી
- ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે
- આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે
- સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા આવશે
ગુજરાત માટે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાંથી હજી વરસાદ ગયો નથી. તથા ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે. તેમાં 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે. જેમાં 22 થી 26 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો, ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું
આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે
હવામાન વિભાગની આગાહીમાં આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની ગુજરાતમાં આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107mm વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.
ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે
રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. જેમાં આજે સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા આવશે. કચ્છમાં વાતાવરણ 5 દિવસ સૂકું રહેશે. ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદ રહેશે. તથા 1 જૂનથી 19 સપ્ટેબર સુધીમાં વરસાદ 44 ટકા વધુ વરસ્યો છે. ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. અમદાવાદમાં 32થી 34 ડિગ્રી સુધી તાપમાન રહેશે. રાજ્યમાં 34થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેશે. ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. તેમાં અમદાવાદમાં 32 થી 34 ડિગ્રી સુધી તાપમાન રહેશે. તેમજ રાજ્યમાં વરસાદને હવામાન વિભાગની આગાહી સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે રાજ્યમાંથી હજી વરસાદ ગયો નથી. તેમાં વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે. 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે. તથા 22થી 26 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.