ગુજરાતની પ્રથમ AIIMSમાં જાણો ક્યા પ્રકારની સુવિધા મળશે
- ટેલી મેડીસિન સેવા પણ શરૂ કરવામાં આવી
- એર એમ્બ્યુલન્સની સુવિધા માટે 3 હેલિપેડ બનાવશે
- OPD માફક IPD માં કેશલેશ સુવિધા શરૂ થશે
ગુજરાતની પ્રથમ AIIMSમાં વિવિધ પ્રકારની સુવિધા મળશે. જેમાં ટેલી મેડીસિન સેવા પણ શરૂ કરવામાં આવી છે. તેમજ એર એમ્બ્યુલન્સની સુવિધા માટે 3 હેલિપેડ બનાવશે. OPD માફક IPD માં કેશલેશ સુવિધા શરૂ થશે.
આ પણ વાંચો: હાઈફાઈ ચોર ઝડપાતા ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા
રૂ.48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂ.48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાત: દર્દીઓનો રાહત, PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલોએ હડતાલનું એલાન પાછુ ખેચ્યું
પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ
વડાપ્રધાન દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત રૂ.1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMS ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર A&B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી IPD સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કચ્છથી અયોધ્યા જવુ બન્યુ સરળ, સ્પેશિયલ ટ્રેનની સુવિધાથી ભકતોમાં આનંદ
IPD અને OPDની સુવિધા મળશે
AIIMS એકઝીક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું કે, 2014 બાદ સરકારે સ્વાસ્થ્ય વિભાગ માટે ખૂબ કામ કરી રહી છે. 157 નવા મેડિકલ કોલેજો ખુલ્યા છે. અત્યારે 69 ફેકલ્ટી AIIMS રાજકોટ પાસે છે. જેમના દ્વારા દર્દીઓને તપાસવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવવામાં આવે છે. IPD માટેની નર્સિંગ ટ્રેનિંગ પૂર્ણ થઈ ચૂકી છે. PDU હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી લેવામાં આવી છે. 14 ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા OPD માં સેવા આપવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, એટલું જ નહીં AIIMS દ્વારા ટેલી મેડીસિન સેવા પણ શરૂ કરવામાં આવી છે. પ્રતિ દિવસ 150 જેટલા દર્દીઓ ઘરબેઠા નિદાન મેળવી રહ્યા છે. લોકાર્પણ પૂર્ણ થયા બાદ થોડા સમયમાં IPD સેવા શરૂ કરવામાં આવશે. OPD માફક IPD માં કેશલેશ સુવિધા શરૂ કરવામાં આવશે. ICMR દ્વારા BSL-3 લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. AIIMS દ્વારા ડ્રોન દ્વારા સેમ્પલ કલેક્ટ અને દવા પણ પહોંચાડવામાં આવશે.