જયા બચ્ચને પૌત્રી નવ્યાને પોતાનાં પ્રથમ પીરિયડનો અનુભવ શેર કરતા જાણો શું કહ્યું !
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા અત્યારે ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ તે ખૂબ જ લાઇમલાઇટમાં રહે છે. આ દિવસોમાં નવ્યા તેના પોડકાસ્ટ શો ‘વોટ ધ હેલ નવ્યા’ના કારણે ચર્ચામાં છે. નવ્યાએ તેના તાજેતરના પોડકાસ્ટમાં તેના ફેન્સ સાથે તેના પરિવાર સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી છે. પોડકાસ્ટમાં, નવ્યા તેની માતા શ્વેતા બચ્ચન અને દાદી જયા બચ્ચન સાથે ‘પીરિયડ’ અને ‘પ્રજનનક્ષમતા’ પર નિખાલસ વાતચીત કરતી જોવા મળી હતી. આ દરમિયાન નવ્યાએ તેની દાદી અને માતાને તેના પ્રથમ પીરિયડના અનુભવ વિશે પ્રશ્નો પણ પૂછ્યા હતા.
આ પણ વાંચો : 90ના દાયકાની ટોપ અભિનેત્રી ‘જૂહી ચાવલા’ના જન્મદિવસ પર જાણો તેની રસપ્રદ વાતો
જયા બચ્ચનને ઝાડીઓ પાછળ પેડ બદલવું પડતું
પોડકાસ્ટમાં નવ્યા નવેલીએ તેના દાદી જયા બચ્ચનને તેના પ્રથમ પીરિયડના અનુભવ પર એક પ્રશ્ન પૂછ્યો હતો. નવ્યાએ જયા બચ્ચનને પૂછ્યું કે શું તમને તમારો પ્રથમ પીરિયડનો અનુભવ યાદ છે? આના પર જયા બચ્ચને જવાબ આપ્યો, ‘હા અલબત્ત મને યાદ છે.’ પછી નવ્યા નવેલીએ પૂછ્યું, ‘શું તમે ક્યારેય પીરિયડ દરમિયાન કામ કરતા હતા’? તેના પર જયા બચ્ચને કહ્યું, ‘મને પીરિયડ દરમિયાન કામ કરતી વખતે ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. ક્યારેક પીરિયડ્સમાં શૂટ પર બહાર જવાનું થતું ત્યારે ત્યાં કોઈ વેનિટી વાન નહોતી. તેમને ઝાડીઓ પાછળ પેડ બદલવું પડતું. તે એક અજીબોગરીબ પરિસ્થિતિ હતી અને ઘણી શરમ પણ આવતી હતી. જયા બચ્ચને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તે પોતાની સાથે પ્લાસ્ટિકની થેલી જેમાં તેઓ પેડ્સ રાખતા અને તે ઘરે આવ્યા પછી તેને ફેંકી દેતા.
શ્વેતા બચ્ચને પણ શેર કર્યો પોતાનો અનુભવ
નવ્યા નવેલીએ પોડકાસ્ટમાં તેની માતા શ્વેતા બચ્ચનને પણ ઘણા પ્રશ્નો પૂછ્યા. વાતચીત દરમિયાન શ્વેતા તેના પ્રથમ પીરિયડનો અનુભવ શેર કરતી જોવા મળી હતી. નવ્યા નવેલીના સવાલ પર શ્વેતા બચ્ચને કહ્યું કે તેનાં પીરિયડનાં સમયે તેને બેડ પર સૂવું, ચોકલેટ ખાવી અને એકલા રહેવું પસંદ હતું.
નવ્યા પોડકાસ્ટમાં પારિવારિક રહસ્યો પણ જાહેર કરે છે
નવ્યા નવેલીએ હજુ સુધી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો નથી. પરંતુ, તે ઘણીવાર મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં નવ્યા તેના પોડકાસ્ટ શો દ્વારા ચાહકોનું દિલ જીતતી જોવા મળે છે. ભૂતકાળમાં તેમણે મહિલાઓની આર્થિક સ્વતંત્રતાની વાત કરી હતી. આ વખતે તે પીરિયડ્સ પર વાત કરતી જોવા મળી છે. તેના પોડકાસ્ટમાં, નવ્યા નવેલી ઘણીવાર તેની માતા શ્વેતા બચ્ચન અને નાની જયા બચ્ચનને પ્રશ્ન કરતી જોવા મળે છે. તે તેના પરિવાર સાથે જોડાયેલી ન સાંભળેલી વાતો પણ શેર કરે છે. ક્યારેક નવ્યા નવેલી બચ્ચન પરિવાર સાથે જોડાયેલા એવા ખુલાસા કરે છે, જેને સાંભળીને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.