ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં જાણો શું છે હવામાન વિભાગની વરસાદની આગાહી

Text To Speech
  • અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો
  • રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી
  • ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે

ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત્ છે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે.

રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી

રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ હવે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ થવાની સંભાવના નહિવત્ છે. રાજયમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે,જેના કારણે શહેરીજનોને ગરમીના બફારાનો માર સહન કરવો પડી રહ્યો છે, જેમ જેમ ભેજનું પ્રમાણ ઓછુ થશે તેમ ગરમીમાંથી રાહત મળશે.અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધારે છે પરંતુ દરિયા કિનારાના આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછું છે એટલે ત્યાં વધારે ગરમી પડવાની શકયતા ઓછી છે.

અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો

રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. તેમાં રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. વરસાદ ન હોવાથી ગરમીમાં વધારો થયો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ અમદાવાદમાં તાપમાન 33.6 ડિગ્રી નોંધાયુ છે. ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, વરસાદની હાલ મજબૂત સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો થયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું છે.

Back to top button