ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં જાણો કયા છે વરસાદની આગાહી, જાણો શું કહ્યું અંબાલાલ પટેલે

Text To Speech
  • 10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે
  • અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે
  • જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજયમાં હજી પણ વરસાદની આગાહી છે. 8 થી 10 ઓકટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે.

અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે

10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે.વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે. પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે. સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.

Back to top button