ગુજરાતમાં આગામી બે દિવસ જાણો કયા છે વરસાદની આગાહી
- ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો
- ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી
- નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે.
ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી તેમજ અમદાવાદ, ખેડા, આણંદમાં યલો એલર્ટ છે. દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી સાથે છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પડેલા વરસાદને લઇ આમલી ડેમમાં પાણીની આવક થઇ છે. તેમાં સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ છે. ડેમની કૂલ સપાટી 115.80 મીટર, હાલ સપાટી 115.80 મીટરએ પહોચી છે. આમલી ડેમમાં હાલ 11560 ક્યુસેક પાણીની આવક છે. તેમાં ડેમના 6 દરવાજા ખોલી 12127 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણ વાળા વિસ્તારના ડેમ પ્રભાવિત 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો
સુરત જિલ્લાના ઉમરપાડા, ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો હતા. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં સીઝનનો 111.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સીઝનનો 54.08 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.