આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની જાણો શું છે સંભાવના
- અંદાજે 57 ગ્રામ પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન છે
- બોરસદ નગરપાલિકા વર્ષ 2022થી અને સોજિત્રા નગરપાલિકા છેલ્લા દોઢેક વર્ષથી સુપરસીડ
- વિદ્યાનગર, કરમસદ અને આંકલાવમાં પણ છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની જાણો શું છે સંભાવના. જેમાં આણંદ જિલ્લાની કરમસદ, વિદ્યાનગર, સોજિત્રા, બોરસદ અને આંકલાવ નગરપાલિકા તથા આણંદ જિલ્લાની 181 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા અંગે આણંદ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા ડિસેમ્બર મહિનાના અંત અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જાહેરનામુ બહાર પાડવામાં આવી શકે છે.
અંદાજે 57 ગ્રામ પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન છે
કરમસદ અને વિદ્યાનગર નગરપાલિકાની ચૂંટણીની સંભાવનાઓના પગલે બંનેનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશનો છેદ ઉડવાની શક્યતાઓ પ્રબળ બની છે. આણંદ મહાનગરપાલિકા બનવાની જાહેરાત સરકારે કરી દીધી છે પરંતુ મહાનગરપાલિકાનો અમલ કરવામાં સરકાર વિલંબ કરી રહી છે. જેને લઇ અવઢવની સ્થિતિ સર્જાઈ છે. આણંદ જિલ્લામાં યોજાનારી 181 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અંદાજે 57 ગ્રામ પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન છે. તેમજ બોરસદ નગરપાલિકા વર્ષ 2022થી અને સોજિત્રા નગરપાલિકા છેલ્લા દોઢેક વર્ષથી સુપરસીડ થયેલી છે. જ્યારે વિદ્યાનગર, કરમસદ અને આંકલાવમાં પણ છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન છે.
સરદાર પટેલની કર્મભૂમી કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી કરમસદ વાસીઓ કરી રહ્યાં છે
તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા કરમસદ, વિદ્યાનગર સહિત આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકા મળી રાજ્યની 78 નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત સ્થાનિક તંત્ર દ્વારા જાતિ આધારિત વોર્ડ સીમાંકન સહિતના રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. નોંધનીય છે કે, સરદાર પટેલની કર્મભૂમી કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી કરમસદ વાસીઓ કરી રહ્યાં છે. તેમજ મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી કરમસદની આગવી ઓળખ ભૂંસાઈ જવાની ભીતિ કરમસદ વાસીઓમાં સેવાઈ રહી છે.
આ પણ વાંચો: ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ચેતી જજો, 103 લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા