ગુજરાતમાં 7 મી એપ્રિલે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તેમાં જાણો શું છે તૈયારી
- 173 કંપનીઓની તુલનામાં આ ચૂંટણીમાં રાજ્યને વધુ 37 કંપનીઓ એલોટ
- સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ
- સંવેદનશીલ મથકોની સંખ્યા 33 ટકાને પહોંચતાં વધુ કુમકની જરૂરિયાત
ગુજરાતમાં 7 મી એપ્રિલે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તેમાં તૈયારી થઇ ગઇ છે. જેમાં મતદાનના દિવસ માટે આર્મીની વધુ 30 કંપની ફાળવાઈ છે. હવે રાજ્યમાં લશ્કરી દળોની કુલ 210 કંપનીઓ તૈનાત છે. સંવેદનશીલ મથકોની સંખ્યા 33 ટકાને પહોંચતાં વધુ કુમકની જરૂરિયાત છે. તેમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરાઇ છે.
આ પણ વાંચો: ગુજરાત: ચૂંટણીમાં પ્રથમ વખત સ્ટાફ-મતદારો માટે હાઈજીન-મેડિકલ કિટ તૈયાર રખાઈ
સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ
ગુજરાતમાં 7 મી એપ્રિલે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ વધુ કંપનીઓનો જથ્થો રાજ્યમાં મોકલી આપ્યો છે. આ અગાઉ રાજયમાં 20 કંપનીઓ પહેલા આવી ચુકી છે. બાદમાં 160 કંપનીઓ ફાળવાઈ અને હવે ત્રીજા અંતિમ તબક્કામાં 30 કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ છે. આમ, રાજ્યની 225 કંપનીઓની માંગણી સામે કુલ 210 કંપનીઓ ચૂંટણી માટે રાજ્યને આપવામાં આવી છે.
173 કંપનીઓની તુલનામાં આ ચૂંટણીમાં રાજ્યને વધુ 37 કંપનીઓ એલોટ
જો કે છેલ્લે 2019ની ચૂંટણી વખતે ફાળવાયેલી 173 કંપનીઓની તુલનામાં આ ચૂંટણીમાં રાજ્યને વધુ 37 કંપનીઓ એલોટ થઈ છે.હાલમાં તમામ જિલ્લામાં આર્મીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યુ છે ખાસ કરીને મહત્વના લોકસભાક્ષેત્રોમાં વધુ કુમક તકેદારીના ભાગરૂપે ખડકાઈ છે. તદુપરાંત ક્રિટિકલ મતદાન મથકોની સંખ્યા વધતાં આવા પ્રત્યેક મથકોની બહાર પણ આર્મીના ચાર સશસ્ત્ર જવાનો મૂકાયા છે, છેલ્લે 2019માં ક્રિટિકલ મતદાન મથકોની સંખ્યા 14062 હતી, તેના કરતા 2024માં આ સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
એસઆરપીની અન્ય કંપનીઓ અન્ય રાજ્યોમાં મુકાઈ
મળતી માહિતી અનુસાર કુલ 50788 મથકો પૈકી 32-33 ટકા મથકો હવે ક્રિટિકલ કેટેગરીમાં આવી ગયાં છે. હાલમાં જે 210 કંપનીઓ રાજ્યને ફાળવાઈ છે, તે પૈકી રાજ્યમાં કાયમી ધોરણે રહેતી 112 જેટલી એસઆરપીની કંપનીઓમાંથી 10 કંપની રાજ્યને મળી છે, જ્યારે એસઆરપીની અન્ય કંપનીઓ અન્ય રાજ્યોમાં મુકાઈ છે.