- રાજ્યમાં હજી સપ્ટેમ્બર સુધી વરસાદની સિઝન રહેશે
- ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો
- માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતના ઘણા શહેરોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. કારણ કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તો પણ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના
દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂકાશે તેથી માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે ડો. મોહન્તીએ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે પણ જણાવ્યુ છે કે, હાલ અહીં પણ વધારે વરસાદ થવાની શક્યતા નથી. ક્યાંક એકાદ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં હજી સપ્ટેમ્બર સુધી વરસાદની સિઝન રહેશે
ડો. મનોરમા મોહન્તી વધુમાં જણાવ્યુ કે, હાલ રાજ્યમાં કોઇ સિસ્ટમ નથી. રાજ્યમાં હજી સપ્ટેમ્બર સુધી વરસાદની સિઝન રહેશે. અત્યારે રાજ્યમાં કોઇ એવી સિસ્ટમ નથી જે રાજ્યને પાંચથી સાત દિવસ સુધી વરસાદ આપી શકે. જોકે, આ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે.