ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં જાણો કયા છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Text To Speech
  • આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી
  • હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી
  • આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગીરસોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા સાથે સુરત, વલસાડ, નવસારીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ વરસાદની આગાહી

આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ત્રીજી ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચોથી ઑક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે પાંચમી ઑક્ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી

ડાંગ, તાપી સહિત છૂટાછવાયા વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમજ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ રહેશે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર એ છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

Back to top button